આજથી 64 દિવસ માત્ર IPLની જ બોલબાલા : ક્રિકેટ રસિકોને ઓનલાઈન મેચ જોવા મોંઘા પડશે, ફ્રીમાં એક ઓવર પણ નહીં જોવા મળે
ભારત જ નહીં બલ્કે આખી દુનિયાના ક્રિકેટરસિકો જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા હોય છે તે ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ની ૧૮મી સીઝનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ૧૦ ટીમ વચ્ચે ૭૪ મેચ રમાશે.
એકંદરે આજથી ૬૪ દિવસ સુધી માત્રને માત્રે આઈપીએલની જ બોલબાલા જોવા મળશે. આજે પ્રથમ મુકાબલો કેકેઆર-આરસીબી વચ્ચે રમાશે. જો કે આજે કોલકત્તામાં વરસાદની આગાહી હોવાથી મેચની મજા બગડી શકે છે. એકંદરે ક્રિકેટ રસિકોને આજથી બે મહિના સુધી મનોરંજનનો ભરપૂર ડોઝ મળશે.
આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા તેમજ ટીમમાં સામેલ ન થયા હોય તેવા ભારતીય સ્ટાર ક્રિકેટરો પોતાનું કૌવત તો બતાવશે જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા સહિતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિદેશી ખેલાડીઓ પણ પોતાની ‘છાપ’ છોડવા માટે એડીચોટીનું ‘ લગાવી દેશે. એ વાતનો ઈનકાર કોઈ ન કરી કે વિદેશી ખેલાડીઓએ આઈપીએલમાં કરે પ્રદર્શનના આધારે તેમના દેશની ટીમમાં સ્થ મેળવી ચૂક્યા હોય તેમના માટે આ ટૂર્નામે અત્યંત મહત્ત્વની બની રહેતી હોય છે.
આ વખતે મફતમાં મેચ નહીં જોઇ શકાય
આજથી આઈપીએલ શરૂ થઈ રહી છે ત્યાર અત્યાર સુધી મોબાઈલ પર આ ટૂર્નામેન્ટની મે મફતમાં જોઈ શકાતી હતી પરંતુ હવે એવું થશે નહીં. આ મેચનું લાઈવ પ્રસારણ જિયોહોટસ્ટા પર થશે પરંતુ તેના માટે ચાર્જ ચૂકવવો પડશે. ચાહકોએ ઓનલાઈન મેચનો આનંદ ઉઠાવવા માટે સબસ્ક્રીપ્શન ખરીદવું પડશે. આ માટે જિયોએ ૧૦૦ રૂપિયાનો પ્લાન પણ કાઢ્યો છે જેમાં યુઝર્સને ત્રણ મહિનાનું જિયો હોટસ્ટારનું સબસ્ક્રીપ્શન મળશે.
સ્લો ઓવરરેટ બદલ કેપ્ટન પર નહીં મૂકાય પ્રતિબંધ
બીસીસીઆઈએ આઈપીએલ શરૂ થાય તે પહેલાં દસેય ટીમના કેપ્ટનને મોટી રાહત આપી હતી. હવેથી સ્લો ઓવર રેટ બદલ કેપ્ટન ઉપર પ્રતિબંધ મુકાશે નહીં. પ્રતિબંધની જગ્યાએ કેપ્ટનના ખાતામાં ડિમેરિટ અંક ઉમેરાશે. પાછલી સીઝન સુધી એવું બનતું હતું કે જો ત્રણ વખત ધીમી ઓવર ગતિનો અપરાધ કોઈ ટીમે કર્યો હોય તો કેપ્ટન ઉપર એક મેચનો પ્રતિબંધ અને ૩૦ લાખનો દંડ ફટકારાતો હતો. આ જ નિયમને કારણે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ચેન્નાઈ સુપરકિંગ્સ સામે મેચ રમી શકશે નહીં.
લાળથી લઇ બે બોલ સુધીના નિયમ અમલી
આઈપીએલમાં અમુક નવા અને જૂના નિયમો અમલી બનવાના છે. ખાસ કરીને કોરોના મહામારી બાદ બોલ ઉપર લાળ લગાવવા પર પ્રતિબંધ મુકી દેવાયો હતો જે હવે હટાવી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈમ્પેક્ટ પ્લેયર નિયમ આ વખતે પણ યથાવત રહેશે. બોર્ડે ઉંચા જનારા વાઈડ બોલ અને ઓફ સ્ટમ્પ બહારના વાઈડ બોલ માટે ડીઆરએસના ઉપયોગને મંજૂરી આપી છે. આ માટે હૉક આઈ અને બોલ ટ્રેકિંગનો ઉપયોગ કરાશે. એવો પણ નિર્ણય લેવાયો છે કે મેચની બીજી ઈનિંગમાં ૧૧મી ઓવર બાદ બોલ બદલાશે.
પંજાબ કિંગ્સે રિકી પોન્ટિંગ પાસે કરાવી પૂજા…!
પંજાબ કિંગ્સના કોચ રિકી પોન્ટીંગે સનાતની અવતારમાં પૂજા કરી હતી. પંજાબ ૨૫ માર્ચે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. આ વખતે ટીમ શ્રેયસ અય્યરના વડપણ હેઠળ ઉતરશે. પોન્ટીંગે મંત્રોચ્ચાર બાદ તાંબાના લોટાથી જળ પણ અર્પિત કર્યું હતું. સ્વાભાવિક રીતે હિન્દી ન હોવાને કારણે પૂજા-પાઠની પ્રક્રિયામાં તે થોડો અસહજ જોવા મળ્યો હતો. પોન્ટીંગ જ્યારે ઉતાવળે જળ ચડાવવા લાગ્યો તો તેના સાથીએ તેને અટકાવ્યો હતો.