‘સબકા સાથ સબકા વિકાસ’ ભુલી જાવ, ભાજપના નેતાએ આપ્યુ નવુ સૂત્ર
બંગાળ ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું અહી બંધારણ ખતમ થઇ ગયું છે
પશ્ચિમ બંગાળમાં નેતા વિપક્ષ અને ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ બુધવારે એક મોટું નિવેદન આપ્યું હતું. શુભેન્દુ અધિકારીએ કહ્યું કે સબકા સાથ સબકા વિશ્વાસ કહેવાનું બંધ કરો. હવે ‘જો હમારે સાથ, હમ ઉનકે સાથ….
એક કાર્યક્રમમાં શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે અમે બંગાળમાં લોકતંત્ર ઈચ્છીએ છીએ. પશ્ચિમ બંગાળનું સંવિધાન સમાપ્ત થઈ ગયું છે. અમે સંવિધાન બચાવવા માંગીએ છીએ.
શુભેન્દુએ કહ્યું કે આપણને ચૂંટણીમાં મત આપવા જવા નહિ દેવાય. કારણકે આપણે હિંદુ છીએ. ધટકપુર અને ભાંગરમાં ચાર હિન્દુ વિસ્તારો છે. જ્યાં હિન્દુઓને મત આપવાની મંજૂરી નથી. બદુરિયા, હરોઆ, કેનિંગ વેસ્ટ તેઓ દોઢ લાખ મતોથી જીત્યા. બસંતી એક્સપ્રેસ વે હવે ઈસ્લામાબાદ બની ગયું છે. વોટર કાર્ડથી નહિ કાગળિયાથી વોટિંગ થાય છે. હવે જો હમારે સાથ, હમ ઉનકે સાથ .. હવે સબકા સાથ સબકા વિશ્વાસ કહેવાનું બંધ કરો.
મુસ્લિમો પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના કોર વોટર્સ છે. લેફ્ટ કોંગ્રેસની પણ તેમના પર નજર છે. ભાજપે પણ આ સમુદાયને પોતાના તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે પેટાચૂંટણીના પરિણામોએ ભાજપને નિરાશ કર્યા છે. એવામાં હવે શુભેન્દુ અધિકારીના નિવેદન પરથી લાગી રહ્યું છે કે તેઓ હવે હિન્દુ મતદારોને જ ધ્યાનમાં રાખશે.