સર્વજનાય હિતાય…સર્વજનાય સુખાય…રાજકોટનું દોશી મેડિકલ સેન્ટર જ્યાં 20રૂ.માં બ્લડ સુગર તો 120માં થાય છે ECG
“આરોગ્ય એ જ સાચી સંપત્તિ છે….સેવા પરમો ધર્મ” સાથે પરમ પૂજ્ય ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ની પ્રેરણાથી રાજકોટમાં “આરોગ્યકુંભ”સેવા ચાલી રહી છે.શહેરનાં રૈયા રોડ વિસ્તારમાં 5, વૈશાલી નગરમાં શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી શિવકુંવરબેન બચુભાઈ દોશી મેડિકલ સેન્ટર ચાલી રહ્યું છે. જેમાં ત્રણ વર્ષના સમયગાળામાં પોણો લાખથી વધુ દર્દીઓને રાહત દરે સારવાર મળી રહી છે.

હાલનાં સમયમાં સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારને બીમાર પડવું એટલે મોટી ઉપાધિ…આથી આવા સાધાર્મિક લોકોને સમયસર અદ્યતન સારવાર ઉપલબ્ધ થાય તો બીજી તરફ જે સાધુ-સાધ્વીજીઓએ સંસાર મૂકી સંયમ માર્ગ અપનાવ્યો છે તેઓ બીમાર પડે ત્યારે તેમને મેડિકલ ટ્રીટમેન્ટ ધર્મસ્થાનક પર મળી રહે તેવા આશય સાથે આ સેન્ટર બન્યું છે.ખાસ કરીને કોરોના સમયે સાધ્વીજીઓને મેડિકલ ટેસ્ટ માટે અગવડતા આવી હતી એ સમયે પૂ.ધીરજમુનિ મ.સા. સમક્ષ તેમના અનુયાયીઓ વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર સંજય શાહ, જયશ્રીબેન શાહએ ગુરુદેવ સમક્ષ વિનંતી કરી કે, વૈશાલીનગરમાં જે ઉપાશ્રય અને આયબીલ ભવન બનવા જઈ રહ્યું છે ત્યાં જ એક મેડિકલ અને વૈયાવચ્ચ સેન્ટર બને જેથી સાધુ સાધ્વીજીઓ સાથે સમાજના છેવાડાના દરેક વર્ગને ઓછામાં ઓછા દરે અતિઆધુનિક મેડિકલ સારવાર મળી શકે, આ વિચારને ગુરુદેવની પ્રેરણાથી સાકાર કરવામાં આવ્યો.

મુંબઈના કુંદનબેન નવીનચંદ્ર દોશી પરિવારએ માતૃશ્રી શિવકુંવરબેન બચુભાઈ દોશી મેડિકલ અને વૈયાવચ્ચ સેન્ટરનો લાભ લઈને ઉત્સાહ વધાર્યો,આ સમયે આ ધાર્મિક સંકુલમાં બેંકવેટ હોલ માટેના બે હોલ પણ બની ગયા હતા ત્યારબાદ આ વિચાર પર અમલ શરૂ થતા અહીં મેડિકલ સેન્ટર બનાવવામાં આવ્યું જે ગુજરાતમાં પ્રથમ એવું ધર્મ સાથે મેડિકલ સેવાનો સમન્વય કરે છે. 90 દિવસમાં રાજકોટના જાણીતા આર્કિટેક મૌતિક શશીકાંતભાઈ ત્રિવેદીએ આ ધર્મસ્થાનક સાથે અધ્યતન મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી દીધું. સર્વજનાય હિતાય…સર્વજનાય સુખાય..નાં ભાવ સાથે અંદાજે પાંચ કરોડના ખર્ચે અતિ આધુનિક મેડિકલ સેન્ટરમાં ખૂબ જ રાહત દરેક મેડિકલ સેવાઓની સાથે રાજકોટના અનુભવી અને જાણીતા તબીબો આરોગ્યયજ્ઞમાં સેવાની આહુતિ આપી રહ્યા છે.
આ પણ વાંચો : મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
જે મેડિકલ રિપોર્ટની ફી ખાનગીમાં તગડી લેવાય છે તે અહીં ટોકન દરે
ખાનગી કે કોર્પોરેટ હોસ્પિટલમાં ફૂલ બોડીચેકઅપ માટે હજારોની ફી લેવામાં આવે છે,ક્યારેક નાનો માણસ મેડિકલ રિપોર્ટ કરતાં પણ ડરે છે,ત્યારે અહીં ફૂલ બોડી ચેકઅપ માત્ર રૂ.900માં થાય છે.જેમાં સીબીસી,સીઆરપી,લિપિડ પ્રોફાઈલ,રેનલ,કિડની પ્રોફાઈલ,લીવર પ્રોફાઈલ,યુરિન અને બ્લડ સુગર સહિત તમામ પ્રકારના ટેસ્ટ નજીવા દરે થતાં હોય છે.

રાજકોટનાં સિનિયર અને તજજ્ઞ તબીબો આપે છે સેવા
વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવકુંવરબેન બચુભાઈ દોશી મેડિકલ સેન્ટરમાં રાજકોટનાં બાહોશ અને અનુભવી તબીબો સેવા આપી રહ્યા છે.જેમાં ડો.સી.પી.અજમેરા,ડો.વંદન કાનાબાર,ડો.નીલ ગોહિલ,ડો.દીપિકા બુદ્ધદેવ, ડો.રાકેશ ચોકસી,ડો.ધર્મેશ સોલંકી,ડો.જયદીપ દેસાઈ,ડો.વીરપરિયા, ડોક્ટર મહિપાલ ચૌહાણ, ડોક્ટર સાગર લાલાણી,ડો.મૌલિક ડઢાણીયા,ડો. ત્રિશાંત ચોટાઈ, ડોક્ટર કાર્તિક કાછડીયા,ડો. હિમાંશુ ઠક્કર,ડો.ધર્મેશ શાહ,ડો.દીપલ સોલંકી,ડો.મહેશ માટલિયા,ડો.કમલેશ દોમડિયા, ડો.સાદ લાલાણી, ડો.સ્નેહ માટલીયા, ડો.કાર્તિક કાછડીયા,ડો.પ્રદીપ શેઠ,ડો.નરેશ શાપરિયા,ડો.જીત ગાંધી સહિત સેવાઓ આપી રહ્યા છે.
ટેકનોલોજીથી સજ્જ પેથોલોજી લેબ
અહીં ભલે ટ્રસ્ટ સંચાલિત આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે પરંતુ પરમ પૂજ્ય ધીરજમુનિ મ.સા. અને દિલેર દાતાઓએ અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ મેડિકલ સાધનો માટે ક્યાંય કચાશ રાખવા દીધી નથી. ટેકનોલોજીથી સજજ પેથોલોજી લેબ, અદ્યતન સોનોગ્રાફી મશીન,એક્સ રે,સિનિયર રેડીયોલોજીસ્ટ દ્વારા તપાસ અને આ ઉપરાંત નજીવા દરે ઇ.સી.જી.અને 20 રૂ.માં બ્લડ સુગર તો એક્સ રે 250માં અને 300રૂ માં સોનોગ્રાફી કરી આપવામાં આવે છે.