ગુજરાત ટાઈટન્સ ટીમના કેપ્ટન શુભમન ગીલે મોટું મન રાખી પોતાના પગારમાં કાપ સ્વીકાર કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ તેણે ટીમથી વધુ કંઈ જ નથી તે સાબિત પણ કરી બતાવ્યું છે. પોતાની પહેલી સીઝનમાં ચેમ્પિયન બનીને ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં તરખાટ મચાવી દેનારી ગુજરાત ટાઈટન્સે આઈપીએલ-૨૦૨૪માં શુભમન ગીલને કેપ્ટન બનાવ્યો હતો. ૨૦૨૪માં ટીમનું પ્રદર્શન ખાસ રહ્યું ન્હોતું એટલા માટે ફ્રેન્ચાઈઝીએ નવેસરથી ટીમ તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ગીલે પોતાના પગારમાં કાપ સ્વીકાર કર્યો હતો. ગીલ રિટેન થનારો બીજો ખેલાડી બન્યો હતો. જ્યારે પહેલા ખેલાડી તરીકે રાશિદ ખાનનું નામ હતુ