વિસ્ફોટક સામગ્રી બનાવવા લોટ દળવાની ઘંટીનો ઉપયોગ! દિલ્હી આતંકી હુમલા કેસમાં નવો ફણગો
દિલ્હી બ્લાસ્ટ કેસના સહ-આરોપી, ડો.મુઝમ્મિલ શકીલ ગનીએ વિસ્ફોટકો માટે રસાયણો તૈયાર કરવા લોટની મિલનો ઉપયોગ કર્યો હોવાનું ખુલ્યું છે.એક ટેક્સી ડ્રાઇવરના ઘરમાંથી તપાસનીશ એજન્સીઓએ ” બોમ્બ બનાવવાનું મશીન ” જપ્ત કર્યું છે.
ગયા સોમવારે લાલ કિલ્લા પાસે થયેલા ઘાતક વિસ્ફોટમાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ ધરપકડ કરાયેલા જમ્મુ અને કાશ્મીરના પુલવામાના રહેવાસી અને અલ ફલાહ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ડોક્ટર ગની એવી ફરીદાબાદમાં તેના ભાડાના રૂમમાં લોટ મિલનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો :G-20 સમિટમાં ભાગ લેવા માટે PM મોદી જોહાનીસ્બર્ગ જવા રવાના : અનેક વૈશ્વિક નેતાઓને મળશે, જાણો શું છે એજન્ડા
એ ફ્લોર મિલમાંથી પોલીસે 360 કિલો એમોનિયમ નાઈટ્રેટ અને અન્ય વિસ્ફોટકો જપ્ત કર્યા હતા.ગની લોટની ઘંટીમાં યુરિયાને પીસીને તેને બારીક બનાવતો હતો અને પછી તેને ઇલેક્ટ્રિકલ મશીનથી રિફાઇન કરીને રસાયણો તૈયાર કરતો હતો.
પૂછપરછ દરમિયાન, ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીના ડૉક્ટર ગનીએ તે લાંબા સમયથી યુરિયાથી એમોનિયમ નાઈટ્રેટ અલગ કરવા અને વિસ્ફોટકોને શુદ્ધ કરવા માટે લોટ મિલનો ઉપયોગ કરી રહ્યો હોવાની કબુલાત આપી હતી.
બાદમાં એ મશીનરી ફરીદાબાદમાં રહેતા એક ટેક્સી ડ્રાઇવરના ઘરે લઈ જવામાં આવી હતી. એનઆઈએની ટીમે એ ટેક્સી ડ્રાઈવરની પૂછપરછ માટે અટકાયત કરી છે. ડ્રાઇવરે એનઆઈએને જણાવ્યા મુજબ તે લગભગ ચાર વર્ષ પહેલાં જ્યારે તેના પુત્રને સારવાર માટે અલ-ફલાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ ગયો હતો ત્યારે તે ગનાઈને મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગની અને અલ-ફલાહ યુનિવર્સિટીના તેના બે સાથીદારો , ઉત્તર પ્રદેશના લખનૌના શાહીન સઈદ અને જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના અદીલ અહેમદ રાથેરની પણ દિલ્હી બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
