યુવક મહારાષ્ટ્રનો રહેવાસી છે, મોતનું કારણ અકબંધ, સેનાના વડાએ અંજલિ આપી
સિયાચીનમાં ફરજ પર રહેલા અગ્નિવીર જવાનનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનાથી દુખી થઈને સેનાના વડાએ યુવકને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી. જો કે કયા કારણોસર તેનું મોત થયું છે તેના અંગે હજુ કોઈ વિગત બહાર આવી નથી.
સિયાચિન ગ્લેશિયરને વિશ્વના સૌથી ઊંચા લશ્કરી ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં સૈનિકોને ભારે ઠંડી અને પવનનો સામનો કરવો પડે છે. આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને ફોર્સના તમામ રેન્કના કર્મિઓએ મહારાષ્ટ્રના અગ્નિવીર ગવતે અક્ષય લક્ષ્મણના મૃત્યુ પર શોક વ્યક્ત કરીને તેને શ્રદ્ધાંજલિ આપી હતી.
ડ્યુટી દરમિયાન ગવતે અક્ષય લક્ષ્મણનું મૃત્યુ થયું હતું. જો કે હજુ આ અંગે કોઈ માહિતી મળી નથી કે તેના મૃત્યુ પાછળનું કારણ શું હતું. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે લખ્યું, ‘ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના તમામ અધિકારીઓ સિયાચિનની દુર્ગમ ઊંચાઈઓ પર ડ્યુટી દરમિયાન અગ્નિવીર (ઓપરેટર) ગવતે અક્ષય લક્ષ્મણના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.