દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર બસમાં આગ : અરાઈવલ પેસેન્જર બસમાં અચાનક આગ ભભૂકતા અફરાતફરી
દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં દિલ્હી અરાઈવલ ટર્મિનલમાં એર ઈન્ડિયા ફ્લાઈટ સામે અરાઈવલ પેસેન્જર બસમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ત્યારે એરપોર્ટ સ્ટાફ,એરપોર્ટના અધિકારીઓ તેમજ ફાયરની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. બસમાં આગ કયા કારણોસર લાગી એની માહિતી હજુ સામે આવી નથી.
જુઓ વિડીયો
આ પણ વાંચો :પેસેન્જર્સની સુવિધા વધશે! રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હીની નાઈટ ફલાઇટ ઉડાન ભરશે
