સુરતથી અયોધ્યા જવા માટે જાણો કઈ કઈ ફ્લાઈટ છે અને તેનું ભાડું કેટલું
અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામ લલ્લાના અભિષેકનો કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈને તૈયારી જોર-શોરમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ PM મોદી સહિત દેશ-વિદેશના તમામ VVIP મહેમાનો તેમજ લાખો ભક્તો અયોધ્યા પહોંચશે.
ત્યારે શું તમે પણ ભગવાન રામના દર્શન કરવા માંગો છો તો સુરતથી અયોધ્યા રામ મંદિર પહોચવા માટે ટૂંક જ સમયમાં સુરતથી એર ઈન્ડિયાની ફ્લાઈટ શરુ થવા જઈ રહી છે. આ ફ્લાઈટ તમને માત્ર એક જ દિવસમાં અયોધ્યા પહોંચાડી દેશે.
સુરતીઓ મોટાભાગે ખાવા પીવા અને ફરવાના શોખીન હોય છે. ત્યારે હવે અયોધ્યા મંદિરના ઉદ્ધાટન પ્રસંગે લોકો રામ લલ્લાના દર્શન માટે જવાની તૈયારીઓ કરી રહ્યા છે. જેને લઈને સુરતથી અયોધ્યાથી અયોધ્યા જવા માટે ટ્રેનનું બુકિંગ ફુલ થઈ જતા જગ્યા નથી મળી રહી તો રાહ જોવાને બદલે તમે ફ્લાઈટ દ્વારા એક જ દિવસમાં સરળતાથી અયોધ્યા પહોંચી શકો છો. મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાની ફ્લાઈટ 15 જાન્યુઆરીથી શરુ થઈ રહી છે આ ફ્લાઈટ સુરતથી બેંગ્લોર, બેંગ્લોરથી ગ્વાલિયર, ગ્વાલિયરથી દિલ્હી અને દિલ્હીથી સીધા અયોધ્યા પહોંચાડી દેશે.
આ ફ્લાઈટમાં જવા માટે અલગ અલગ દિવસનું અલગ અલગ ભાડું છે. જો તમે 15 તારીખની ફ્લાઈટ બુક કરાવો છો તો તેનું ભાડું પર પરસન 5,513 રુપિયા છે. આ ફ્લાઈટ તમને 15મી એ સાંજે 9.20 એ ઉપડશે અને બીજા દિવસે સવારે 11.20 એ અયોધ્યા પહોંચાડી દેશે.
જો તમે 16 તારીખની ફ્લાઈટ બુક કરાવો છો તો તેનું ભાડું 5,249 છે જોકે દિવસ નજીક આવતા ભાડામાં પણ વધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે હાલ સુરતથી અયોધ્યા જવા માટે 5000 થી લઈને 12000 સુધી ભાંડા પહોંચી ગયા છે. વધારે માહિતી માટે તમે જે તે સાઈટ પર જઈ માહિતી મેળવી શકો છો અને રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચી શકો છો.