નાણામંત્રીની સાડીનું બિહાર સાથે ખાસ કનેક્શન : નિર્મલા સીતારમણે ગિફ્ટમાં આવેલી સાડી પહેરી, જાણો શું છે ખાસ ?
નાણામંત્રી નિર્મલા સીતારમન ભારતીય પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને દરેક વખતે બજેટ રજૂ કરે છે. તેના ડ્રેસિંગમાં દર વખતે કંઈક ને કંઈક નવું જોવા મળે છે. નાણામંત્રી હંમેશા હેન્ડલૂમ સાડીઓને પ્રાધાન્ય આપે છે. આ વખતે તેમણે દુલારી દેવી દ્વારા ભેટમાં મળેલી મધુબની આર્ટ સાડી પહેરી હતી. દુલારી દેવીએ નાણામંત્રીને સાડી ભેટમાં આપી અને બજેટના દિવસે તેને પહેરવાનું કહ્યું હતું. દુલારી દેવીને 2021માં પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો.
આ વખતે તેમણે પહેરેલી તેમની સાડી પર પર્પલ અને ગોલ્ડન બોર્ડર હતી. સાડી સાથે તેમણે જાંબલી રંગનું હાફ સ્લીવ બ્લાઉઝ પહેર્યું હતું.
નિર્મલા સીતારમને આ વખતે 2024માં અંતરિમ બજેટ રજૂ કર્યું હતું. તે વખતે તેણે બ્લુ તેમજ ક્રીમ કલરની સાઉથ ડિઝાઈનની સાડી પહેરી હતી.
નાણામંત્રી બન્યા પછી તેમણે પહેલું બજેટ વર્ષ 2019માં રજૂ કર્યું હતું. ત્યારે તેને લાઈટ પિન્ક કલરની અને ગોલ્ડન કસબના તાર વાળી બોર્ડર કરેલી સાડી પહેરી હતી.
તેમને દેશનું બીજું બજેટ વર્ષ 2020માં જાહેર કર્યું હતું. ત્યારે તેમણે પીળા કલરની સિલ્કની સાડી પહેરી હતી.
ત્રીજું (વર્ષ-2021) બજેટ રજૂ કરતી વખતે ખાદી કોટન સાડી પહેરી હતી. તેની આ સાડીમાં વ્હાઈટ અને લાલ કલરનું કોમ્બિનેશન જોવા મળ્યું હતું.
ચોથું બજેટ (વર્ષ-2022) રજૂ કર્યું ત્યારે તેને કથ્થઈ અને ડાર્ક મરુન કલરની સાડી પહેરી હતી.
વર્ષ 2023માં નાણામંત્રી નિર્મલા સીતારમણે લાલ સાડી પહેરી હતી. સાડીમાં બ્લેક અને ગોલ્ડન કલરની બોર્ડરની સાથે ત્રિકોણ આકારની ભૌમિતિક ડિઝાઈન પણ જોવા મળી હતી.
કોણ છે દુલારી દેવી ?
દુલારી દેવી બિહારના મધુબની જિલ્લાના રાંટી ગામની રહેવાસી છે. તે મિથિલા પેઇન્ટિંગના પ્રખ્યાત કલાકાર છે. વર્ષ 2021માં દુલારી દેવીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બીજાના ઘરમાં વાસણો ધોવાનું કામ કરતા દુલારી દેવી
દુલારી દેવીનો જન્મ માછીમાર પરિવારમાં થયો હતો. તેઓ વાંચી શક્તા ન હતા. નાની ઉંમરે લગ્ન કર્યા અને બાળકો થયા. પરંતુ તેમના પતિના ટોણાને કારણે તેમણે લગ્નજીવન છોડી દીધું. આ પછી, દુલારી દેવીએ અન્ય લોકોના ઘર સાફ કરીને અને વાસણો સાફ કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું. દુલારી દેવીએ પ્રખ્યાત મિથિલા પેઇન્ટિંગ આર્ટિસ્ટ કર્પુરી દેવીના ઘરે પણ કામ કર્યું હતું. અહીંથી જ તેમની મિથિલા પેઇન્ટિંગ શીખવાની ઇચ્છા જાગી અને તેમણે મહાસુંદરી દેવી પાસેથી તાલીમ લીધી. ટૂંક સમયમાં જ તે આ કળામાં નિપુણ બની ગયા.
આ બજેટમાં નાણામંત્રીએ બિહાર માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રીએ કહ્યું કે બિહારની ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા બિહારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ આપવામાં આવશે. બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટની સ્થાપના કરવામાં આવશે. બિહારમાં મિથિલાંચલમાં પશ્ચિમ કોસી કેનાલ એઆરએમ પ્રોજેક્ટ માટે સહાય પૂરી પાડવામાં આવશે. બિહારના લોકોની આવક વધારવા માટે મખાના બોર્ડની રચના કરવામાં આવશે. IIT પટનાની ક્ષમતાનો વિસ્તાર કરવામાં આવશે.