“હજુ લડો અંદરોઅંદર”…દિલ્હીના પરિણામ ઉપર ઓમર અબ્દુલ્લાનું ટ્વિટ : ઇન્ડિયા ગઠબંધનના ડખ્ખા ઉપર કર્યો કટાક્ષ
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને લઈને ઉભરી રહેલા વલણો પર કટાક્ષ કર્યો છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા x હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા કટાક્ષભરી ટિપ્પણી કરી છે. લખ્યું છે- और लड़ो आपस मैं. આ પોસ્ટ સાથે તેમણે એક GIF પણ શેર કર્યો છે. આ GIF માં સાધુ ઉગ્ર સ્વરૂપમાં જોવા મળે છે. આ સાથે, GIF ની નીચે એક લખાણ લખેલું જોવા મળે છે, જેમાં લખ્યું છે કે, और लड़ो आपस मैं.’ એકબીજાને ખતમ કરી નાખો. તેમની પોસ્ટની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
Aur lado aapas mein!!! https://t.co/f3wbM1DYxk pic.twitter.com/8Yu9WK4k0c
— Omar Abdullah (@OmarAbdullah) February 8, 2025
AAP એ ફક્ત વચનો આપ્યા: શિવસેના
શિવસેના નેતા શૈના એન.સીએ કહ્યું, “૨૭ વર્ષ પછી ઇતિહાસ બનવાનો છે. આમ આદમી પાર્ટીએ ફક્ત વચનો આપ્યા પણ કંઈ કર્યું નહીં. આ જ કારણ છે કે આતિશી હારી રહી છે, રમેશ બિધુરી જીતી રહ્યા છે, પ્રવેશ વર્મા નવી દિલ્હીમાં જીતી રહ્યા છે, અરવિંદ કેજરીવાલ હારી રહ્યા છે, મનીષ સિસોદિયા હારી રહ્યા છે… લોકોએ નક્કી કરી લીધું છે કે તેઓ પરિવર્તન ઇચ્છે છે, તેઓ વડા પ્રધાન મોદી અને વિકાસ ઇચ્છે છે.”
લોકો ડબલ એન્જિન સરકાર ઇચ્છે છે: ભાજપ
ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ વલણોમાં ભાજપની આગેવાની અંગે કહ્યું, “અમે જનતાનો આભાર માનીએ છીએ. લોકોએ સ્પષ્ટ અને મજબૂત સંદેશ આપ્યો છે કે તેઓ ડબલ એન્જિન સરકાર ઇચ્છે છે… લોકોએ અરવિંદ કેજરીવાલની આંખો ખોલી નાખી છે. EVM, પોલીસ, ચૂંટણી પંચને દોષ આપવાની આ નકારાત્મક રાજનીતિનો અંત આવશે… અમને આશા છે કે ભાજપ જીતશે અને ભાજપ લોકોની સેવા કરવા તૈયાર છે.”

AAPના મોટા માથાઓ ચૂંટણીમાં જીતવા માટે ઝઝૂમી રહ્યા છે. નવી દિલ્હી બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP)ના અરવિંદ કેજરીવાલ અને ભાજપના પ્રવેશ શર્મા વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. હાલના AAP સુપ્રિમો કેજરીવાલ અંદાજે 300 વોટથી પાછળ ચાલી રહ્યા છે. જ્યારે બીજી તરફ, કાલકાજી બેઠક પરથી આતિશી, માલવીય નગરથી સોમનાથ ભારતી, શકૂરબસ્તીથી સત્યેન્દ્ર જૈન, ગ્રેટર કૈલાશથી સૌરભ ભારદ્વાજ પાછળ છે. જેના માટે મનીષ સિસોદિયાએ પોતાની પરંપરાગત સીટ છોડી, તેવા અવધ ઓઝા પટપરગંજ સીટ પાછળ છે. જ્યારે જંગપુરા બેઠક પરથી મનીષ સિસોદિયા આગળ છે. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી શિલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત પણ નવી દિલ્હીથી પાછળ છે.