દિલ્હી પ્રદૂષણથી કંટાળી સાંસદે કરી સંસદ સત્ર બદલવાની માંગ
દિલ્હીના હવામાનમાં સતત વધતા પ્રદૂષણને લઇને રાજ્યસભા સાંસદ માનસ રંજન મંગરાજે સંસદના શિયાળુ સત્ર અને બજેટ સત્ર દિલ્હીની બહાર યોજવાની માંગ કરી છે.
તેમણે જણાવ્યું કે, ‘દિલ્હીના ઝેરી હવાના સંપર્કમાં આવતા સંસદના સભ્યો, અધિકારીઓ અને અન્ય કર્મચારીઓની સલામતી માટે સંસદ સત્રને સ્વચ્છ હવા ધરાવતા શહેરોમાં યોજવું જરૂરી છે.’
મંગરાજે ઓડિશાના કુશળ સંકટ પ્રબંધન ઉદાહરણ તરીકે આપી જણાવ્યું કે રાજધાનીને પણ સમાન વ્યવસ્થા અપનાવવી જોઈએ.
તેમણે જણાવ્યું કે સંસદ સત્રો યોજવા માટે ગાંધીનગર, ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલુરુ અને દેહરાદૂન જેવા શહેરોનો વિકલ્પ હોઈ શકે છે.
તેઓએ કહ્યું કે દિલ્હીનું પ્રદૂષણ માત્ર સ્થાનિક લોકો માટે જોખમી નથી, પરંતુ સંસદના સભ્યો અને કર્મચારીઓ માટે પણ આરોગ્યના જોખમો ઉભા કરે છે.
