રાજકોટમાં લુખ્ખાઓના ત્રાસથી પિતાએ 11 વર્ષની પુત્રી સાથે ફિનાઈલ ગટગટાવ્યું, વાંચો શું છે સમગ્ર મામલો
એક બાજુ પોલીસ દ્વારા રાજકોટ જ નહીં બલ્કે આખા ગુજરાતમાંથી ગુંડાગીરી-લુખ્ખાગીરી આચરતાં શખ્સોની યાદી તૈયાર કરી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહ્યાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ રાજકોટમાં આ કાર્યવાહીનું ફદિયું’ય ઉપજી રહ્યું ન હોવાનું બની રહેલા બનાવો પરથી લાગ્યા વગર રહેતું નથી. થોરાળા વિસ્તારમાં નાસ્તાની નાની અમથી દુકાન ધરાવતાં એક યુવકની દુકાન પર લુખ્ખાઓ ગમે ત્યારે ધસી આવી મફતમાં નાસ્તો લઈ જવાની ટેવ અને દુકાનદાર મફતમાં આપવાનો ઈનકાર કરે તો માર મારતાં હોવાથી કંટાળી જઈને દુકાનમાલિક તેમજ તેની 11 વર્ષની પુત્રીએ પોલીસમાં દોડધામ મચી હતી.
મફતમાં નાસ્તો આપવાની ના પાડતાં હરેશને માર માર્યો હતો. આટલું ઓછું હોય તેમ ચેઈન લૂંટી ગયા હતા તો મોબાઈલ પણ તોહી નાખ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ કરવા ગયા તો પોલીસે પણ ફરિયાદ લેવાનો ઈનકાર કર્યો હોવાનો દાવો કુસુમે કર્યો હતો.
બીજી બાજુ આ અંગે થોરાળા પોલીસે જણાવ્યું કે હરેશની ફરિયાદ લેવાનો ઈનકાર કરવામાં આવ્યો જ નથી. ચેઈન લઈ જવા અને મોબાઈલ તોડી નાખવાના આક્ષેપ અંગે પોલીસે કહ્યું કે હાલ આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે અને જો ખરેખર આવું બન્યું હશે તો ગુનો દાખલ કરવામાં આવશે.