દિલ્હીમાં પાણી પ્રશ્ને આપના મંત્રી આતીશીના અનશન
દિલ્હીના જળ મંત્રી આતિશી શુક્રવાર એટલે કે 21 જૂનથી હરિયાણામાંથી દરરોજ 100 મિલિયન ગેલન પાણીની માંગને લઈને ભૂખ હડતાળ પર બેસી ગયા હતા. . હડતાળ શરૂ કરતા પહેલા તેઓ રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. . અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા, સાંસદ સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ પણ તેમની સાથે હાજર હતા.
આતિશી દક્ષિણ દિલ્હીના ભોગલમાં ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા. તેમનો આરોપ છે કે તમામ પ્રયાસો છતાં હરિયાણા સરકાર દિલ્હીના પાણીનો સંપૂર્ણ હિસ્સો છોડતી નથી.
હડતાલ દરમિયાન સંજય સિંહે કહ્યું- અમે આ સખત ગરમીમાં પશુ-પક્ષીઓ માટે ધાબા પર પાણી રાખીએ છીએ. પાણીના કુંડા માણસો માટે ચલાવવામાં આવે છે, પરંતુ ભાજપના લોકો એટલા ક્રૂર છે કે તેઓ દિલ્હીની જનતાને પાણીના એક-એક ટીપા માટે તરસાવી રહ્યા છે.
 
         
			 
		 
         
  
  
  
 
 
     
                                     
                                     
		         
		         
		        