પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસેનનું નિધન : અમેરિકાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૭૩ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
પ્રખ્યાત તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું રવિવારે નિધન થયું હતું. તબલા ઉસ્તાદ અને સંગીતકારે ૭૩ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. રવિવારે તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. સંગીતની દુનિયામાં વર્ષોથી સક્રિય રહેલા ઝાકિર હુસૈનના લાખો ચાહકો છે. આ સમાચારથી ફેન્સ આઘાતમાં છે. એમને હાર્ટ પ્રોબ્લેમ હતો અને ઘણા દિવસથી બીમાર હતા.
ઝાકિર હુસૈનને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઝાકિર હુસૈનનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને ભારત સહિત અનેક દેશોમાં તેમના કરોડો ચાહકો છે.
આ અગાઉ પત્રકાર પરવેઝ આલમે ડ (અગાઉના ટ્વિટર) પર ઝાકિર હુસૈનની એક તસવીર શેર કરી હતી. આ સાથે તેણે લખ્યું હતું કે, ‘તબલા વાદક, તાલ વાદક, સંગીતકાર, ભૂતપૂર્વ અભિનેતા અને મહાન તબલા વાદક અલ્લાહ રક્ખાના પુત્ર ઉસ્તાદ ઝાકિર હુસૈનની તબિયત સારી નથી.’