Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે સફાઈ કામદારોનું શોષણ : કોન્ટ્રાકટર રૂ.7 હજાર પડાવી લેતો હોવાની કલેક્ટરને ફરિયાદ

Wed, September 24 2025

હરહમેશ કોઈને કોઈ વિવાદમાં રહેતા રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે સફાઈ કામદારોનું શોષણ થઇ રહ્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ યુવા શક્તિ સેના દ્વારા જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ આસીમ કોમ્યુનીકેશન નામના કોન્ટ્રાકટર હેઠળ કામગીરી કરતા સફાઈ કામદારોને ઓનલાઇન 18 હજાર ચૂકવ્યા બાદ કોન્ટ્રાકટર દરેક કામદાર પાસેથી 7-7 હજાર પરત પડાવી લેતો હોવાનું તેમજ ઈપીએફ, ઈએસઆઈ નિયમિત પગારમાંથી કાપી લઈ પહોંચ ન આપતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ યુવા શક્તિ સેનાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં સફાઈ કામદાર કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું હતું કે, રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે આસીમ કોમ્યુનીકેશન પ્રા.લી.ના કોન્ટ્રાકટમાં અંદાજે 100- સફાઈ કામદારો તરીકે કામ કરીએ છીએ. માસિક અમારો પગાર સરેરાશ અંદાજે રૂા. 18,000/- (અઢાર હજાર) છે. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા અમોને માસિક રૂા. 18,000/- (અઢાર હજાર) ખાતામાં જમા કરે છે. અને બાદમાં રૂા.7,000/- (સાત હજાર) પરત લઈ લે છે. અમો તેમની સામે આ બાબતે વિરોધ કરીએ તો કોન્ટ્રાકટર દ્વારા અમોને કહેવામાં આવે છે કે તમારે કામ કરવું હોય તો કરો, નહીતો છુટા કરી દેશું. દર મહીને સેલેરીમાંથી રૂા.7,000/- (સાત હજાર) તમારે દેવા જ પડશે. જો નહી આપો તો કાલથી તમો કામમાંથી છુટા કરી દેશું તેવી ધમકી આપવામાં આવતી હોવાનું રજુઆતમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો :આજે બાંગ્લાદેશને હરાવી ‘ફાઇનલ’ થવા ઉતરશે ભારત : સુપર-4માં ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટક્કર, ટીમ ઇન્ડિયામાં થઈ શકે છે ફેરફાર

વધુમાં કોન્ટ્રાકટર દ્વારા સ્પષ્ પણે કહેવામાં આવે છે કે, સેલેરી તમારા ખાતામાં સરકારને દેખાડવા માટે એકાઉન્ટમાં જમા કરવી પડે છે. અમો કોઈ મફતમાં કોન્ટ્રાકટ લેવા બેઠા નથી.તમારે અનુકુળ હોય તો કામ કરો, નહીતો ઘર ભેગા થઈ જાવ. સાથે જ સફાઈ કામદારોએ રજુઆતમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં નોકરી ઉપર જોડાયેલા તમામ સફાઈ કામદારો પાસેથી રૂા.5,000/- લેખે ડીપોઝીટ પેટે કોન્ટ્રાકટર દ્વારા ઉઘરાવવામાં આવેલ છે. સાથે જ  રૂા.7,000/- લેખે 100 સફાઈ કામદારોના છેલ્લા સાત મહીનાથી કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા લઈ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈ.પી.એફ. રૂા.1800 અને ઈ.એસ.આઈ. રૂા. 136 લેખે દર માસે અમોના પગારમાંથી કપાત થાય છે પરંતુ પહોંચ આપવામાં આવતી નથી. આથી જો આ બાબતે પંદર દિવસમાં  ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટ, ગોંડલ અને જસદણમાં 48 આયોજકોએ ઇલેક્ટ્રિક સેફટી સર્ટિફિકેટ મેળવ્યા : રાજકોટમાં 43 સ્થળોએ ગરબા આયોજન માટે 68 કનેક્શન અપાયા

Next

આજે બાંગ્લાદેશને હરાવી ‘ફાઇનલ’ થવા ઉતરશે ભારત : સુપર-4માં ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટક્કર, ટીમ ઇન્ડિયામાં થઈ શકે છે ફેરફાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
14 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
14 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
15 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
15 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

અનન્યા પાંડેની વેબ સિરીઝ ‘કોલ મી બે’ની રિલીઝ ડેટ આવી સામે
Entertainment
2 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીર ધારાસભામાં સતત ત્રીજા દિવસે ભારે ધાંધલ ધમાલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કેન્દ્રીય બજેટ 2025 : હેલ્થ સેક્ટરમાં કરવેરા ઘટશે કે પછી વધુ સારું ભંડોળ મળશે ?? વાંચો વિશેષ અહેવાલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ટ્રમ્પ અને નેતન્યાહુ અલ્લાહના દુશ્મન, વિશ્વભરના મુસ્લિમોને બદલો લેવા ઈરાનના શીયા ધર્મગુરુનો ફતવો
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર