મતદાન કરવા વૃદ્ધોનો ઉત્સાહ સાતમાં આસમાને : અહીં ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના વૃધ્ધોએ કર્યું મતદાન
લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો તેમજ નેતાઓ અને અગ્રણીઓ મતદાન કરવા પહોંચી રહ્યા છે ત્યારે મતદાન કરવા લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વૃદ્ધો પણ મતદાન કરવામાં આગળ આવ્યા છે.
રાજકોટમાં ૧૦૭ વર્ષના વૃધ્ધાએ કર્યું મતદાન

સામાન્ય રીતે લોકોને ઘડપણ આવી જાય એટલે તેઓ આરામ કરવાનું પસંદ કરતા હોય અને બહાર આવવા જવાનું ટાળતા હોય છે ત્યારે રાજકોટમાં ૧૦૦ વર્ષથી વધુની ઉંમર ધરાવતા વૃધ્ધાએ મતદાન કરીને મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો. રાજકોટ દક્ષિણમાં 107 વર્ષની ઉંમરે લાભુબેન નાનજીભાઇ તેરૈયાએ લાકડીના ટેકે મતદાન કર્યું હતું.
જામનગરમાં ૧૦૬ વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન
વાત કરીએ જામનગરની તો લોકસભાની ચૂંટણીને લઇ મતદારોમા ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે જામનગરમાં 106 વર્ષના મણીબેન સોનગરાએ મતદાન કર્યુ હતું. સામાન્ય રીતે યુવાન લોકો પણ મતદાન કરવા ગરમીમાં જતા નથી ત્યારે ઉનાળાની ગરમી વચ્ચે 106 વર્ષના ડોશીએ મતદાન કર્યુ હતું. મણીબેન સૌનગરાએ 40થી વધુ વખત મતદાન કર્યુ છે અને આ વખતે તેમને લોકશાહીની પર્વમા દરેકે મતદાન કરવાની અપીલ કરી હતી.
વડોદરામાં 100 વર્ષથી વધુ ઉંમરના વયો વૃદ્ધ મતદાતાએ કર્યું મતદાન

વડોદરા લોકસભા બેઠકની સાથે સાથે વડોદરા બેઠકમાં સમાવિષ્ટ વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ યોજાઇ રહી છે, ત્યારે વાઘોડિયાના નીમેટા ખાતેના મતદાન મથક પર 104 વર્ષના મતદાર ઈચ્છાબેન સોમગીરએ મતદાન કરી અન્ય મતદારો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત બન્યા હતા ,અને અન્ય મતદારોને હરખભેર લોકશાહીના આ પર્વ એ મતદાન કરવા પ્રેમના પૂરી પાડી હતી..