ઇલેક્ટોરલ બોન્ડ યોજના માત્ર ભારતનું નહીં, સમગ્ર વિશ્વનું સૌથી મોટું કૌભાંડ
નિર્મલા સીતારમનના અર્થશાસ્ત્રી પતિનો આક્ષેપ
નાણામંત્રી નિર્મલા સીતારામન ના પતિ અને જાણીતા અર્થશાસ્ત્રી પારકલા પ્રભાકરે ઇલેક્ટોરલ બોન્ડ યોજનાને કારણે મતદારો ભાજપને યાદગાર સજા ફટકારશે તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
નાણામંત્રીના પતિએ કહ્યું કે આવતા દિવસોમાં આ યોજનાનો મુદ્દો વધુ જોર પકડશે. હવે બધા જાણી ગયા છે કે આ યોજના માત્ર ભારતનું જ નહીં પરંતુ આખા વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. આ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની જાણકારી મળ્યા બાદ હવે લડાઈ ભાજપ અને વિપક્ષો વચ્ચે નહીં પરંતુ ભાજપ અને ભારતના નાગરિકો વચ્ચે છે.
નોંધનીય છે કે સર્વોચ્ચ અદાલતે આ યોજનાને ગેરબંધારણીય જાહેર કરીને બંધ કરી દીધી છે. આ યોજના હેઠળ સૌથી વધારે દાન ભાજપને મળ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઇલેકટોરલ બોન્ડની તમામ વિગતો જાહેર થતાં અનેક કથિક ભ્રષ્ટાચારો અને શંકાસ્પદ દાન ની વિગતો બહાર આવી છે. વિપક્ષો તો પહેલેથી જ આ યોજનાને ભાજપના ભ્રષ્ટાચાર તરીકે ગણાવતા રહ્યા છે પરંતુ હવે ખુદ નાણામંત્રીના પતિએ પણ એવો જ અભિપ્રાય આપતા વિપક્ષોને ભાજપ સરકાર પર પ્રહાર કરવાનું નવું શસ્ત્ર મળી ગયું છે.
ચૂંટણી લડવાના પૈસા નથી: નિર્મલા સીતારમન
નાણામંત્રી નિર્મલા સીતારમનને ભાજપે આંધ્રપ્રદેશ અથવા તામિલનાડુ માંથી લોકસભાની ચૂંટણીમાં લડવા ટિકિટ ની ઓફર કરી હતી પણ તેમણે કહ્યું કે ચૂંટણી લડવા માટે મારી પાસે નાણા નથી. એ ઉપરાંત વિજય બનાવવાનું ફેક્ટર તેમજ બેમાંથી કયા રાજયો પર પસંદગી ઉતારવી વગેરે જેવા મુદ્દે મનોમંથન કર્યા બાદ મેં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.