હરિયાણામાં પણ પહેલી ઓક્ટોબરે ચૂંટણી : ઝારખંડ અને મહારાષ્ટ્રની તારીખો જાહેર ન થઈ
નવી દિલ્હી
જમ્મુ અને કાશ્મીરમાં 10 વર્ષ બાદ અને 370 મી કલમ રદ થયા પછી પ્રથમ વખત વિધાનસભાની નેવું બેઠકો માટે 18 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર અને એક ઓક્ટોબર ના રોજ ચૂંટણી યોજાશે. સાથે જ હરિયાણાની 90 બેઠકો માટે પણ 1ઓક્ટોબરના રોજ મતદાન થશે. બંને રાજ્યોની ચૂંટણીના પરિણામો 4 ઓક્ટોબરના રોજ જાહેર થશે.
અત્રે યાદ કરવું જરૂરી છે કે સુપ્રીમ કોર્ટે 30 સપ્ટેમ્બર સુધીમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવનો આદેશ કર્યો હતો.જોકે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત કરી નહોતી.એ બન્ને રાજ્યોની વર્તમાન વિધાનસભાની મુદત પણ નવેમ્બર માસમાં પૂરી થઈ રહી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પત્રિકાર પરિષદમાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં થયેલા જંગી મતદાને એ સાબિત કર્યું છે કે લોકો જમ્મુ કાશ્મીરની તસવીર બદલવા માંગે છે. ચૂંટણી કાર્યક્રમની ઘોષણા કરતા તેમણે જણાવ્યું કે નવા સીમાંકન બાદ જમ્મુ કાશ્મીરની કુલ ૯૦ બેઠકો પર મતદાન યોજાશે. નવા સીમાંકન બાદ જમ્મુ માં સાંમ્બા, કઠુઆ, રાજૌરી, કિષ્ટવાડ,ડોડા અને ઉધમપુર જિલ્લામાં તથા કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એક એક બેઠક વધારવામાં આવી છે.એ હિસાબે કાશ્મીરની 47 અને જમુની 43 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. જમમૂ કાશ્મીરમાં કુલ 87.90 લાખ મતદારો છે.જમ્મુ કાશ્મીરની 24 બેઠકો પીઓકે માટે આરક્ષિત રાખવામાં આવી છે જેના પર ચૂંટણી થઈ શકે તેમ નથી.
હરિયાણામાં ખરાખરીના ખેલ
હરિયાણામાં પણ વિધાનસભાની 90 બેઠકો માટે પહેલી ઓક્ટોબરના રોજ એક જ ચરણમાં મતદાન થશે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 41 અને કોંગ્રેસને 29 બેઠકો મળી હતી. 10 બેઠકો મેળવનાર જેજેપી સાથે ગઠબંધન કરી ભાજપે સરકાર રચી હતી. એ સરકાર સામે શાસન વિરોધી લહેર હોવાનું જણાયા બાદ મનોહરલાલ ખટ્ટરને બદલી અને નવાબ સિંહ સૈનિને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. એ દરમિયાન ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટી જતાં સૈનિ સરકાર લઘુમતીમાં આવી ગયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડીયાના ઉજ્જવળ દેખાવ બાદ હરિયાણાની આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે પડકારરૂપ બની રહેશે.
કાશ્મીરમાં છ વર્ષથી રાજ્યપાલ શાસન
2014માં જમ્મુ કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પીડીપીને 28, ભાજપને 25, નેશનલ કોર્પોરન્સ ને 15 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. પીડીપી સાથે ગઠબંધન કરી ભાજપે સરકાર રચી હતી. જોકે એ ગઠબંધન તૂટતા 2018 માં સરકાર પરિભાગી હતી અને ત્યારથી જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાદવામાં આવ્યું હતું.