ડ્રગ્સ અંગે તામિલનાડુમાં ઇડીના અનેક સ્થળો પર દરોડા
તમિલનાડુની રાજધાની ચેન્નઈ સહિત ઘણા શહેરોમાં મંગળવારે ઇડીએ દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીની આ કાર્યવાહી ડ્રગ્સ માફિયા ઝફર સાદિકના ઠેકાણા પર કરવામાં આવી હતી. ઇડીએ તેના સહયોગીઓના સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. 2000 કરોડના ડ્રગ્સની રિકવરી બાદ એનસીબીએ ઝફરની ધરપકડ કરી હતી. હાલ તે તપાસ એજન્સીની કસ્ટડીમાં છે.
ડ્રગ્સ માફિયા ઝફર સાદિક તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકે સાથે પણ સંકળાયેલા હતા પરંતુ પાર્ટીએ તેમને માર્ચમાં હાંકી કાઢ્યા હતા. ઝફર તમિલ ફિલ્મોના નિર્માતા પણ છે. ડ્રગ્સ સિન્ડિકેટના મામલામાં તપાસ એજન્સીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે જે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે.