અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ પાવર કંપની ઉપર EDના દરોડા: આઠ સ્થળો ઉપર 15 ટીમ દ્વારા તપાસ
કથિત બેંક ફ્રોડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ (ઇડી)એ શુક્રવારે સવારે ઉદ્યોગપતિ અનિલ અંબાણીની રિલાયન્સ પાવર અને તેની સાથે જોડાયેલી કંપનીઓ ઉપર દરોડા પાડીને તપાસ શરુ કરી છે.
ઇડીના અધિકારીઓએ મુંબઈ અને હૈદરાબાદમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ એજન્સીની લગભગ 15 ટીમો આ કાર્યવાહી કરી રહી છે અને કંપની તથા તેના અધિકારીઓ સાથે જોડાયેલા અંદાજે 10થી 12 સ્થળોની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો :UPSC Final Result: UPSC પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર, આ વિદ્યાર્થીએ ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં ટોચ પર, ટોપ 10માં 3 છોકરીઓ
ઇડી આ કેસમાં અનિલ અંબાણી સાથે જોડાયેલી અનેક કંપનીઓના નાણાકીય વ્યવહારો અને સંભવિત અનિયમિતતાઓની તપાસ કરી રહી છે.આ પહેલાં પણ એડીએજી ગ્રુપની વિવિધ કંપનીઓ તપાસના ઘેરામાં રહી ચૂકી છે. તપાસ એજન્સીઓ બેંકો પાસેથી લેવામાં આવેલા લોનના ઉપયોગ, ફંડ ડાયવર્ઝન અને અન્ય નાણાકીય ગેરરીતિઓ અંગે માહિતી એકત્રિત કરી રહી છે.
