26\11ના હુમલા વખતે રતને કહેલું, કે આખી તાજ હોટલ ભલે ઊડી જાય પણ એકે ય આતંકી બચવો જોઈએ નહીં
દેશ માટે કઈક કરી છૂટવા અને ત્યાગ કરવાની માત્ર વાતો કરવાથી દેશનું હીત જળવાતું નથી પણ જીવનમાં અમલ કરીને સાચા અર્થમાં ત્યાગ કરીને દેશપ્રેમ પુરવાર કેમ કરાય તે પણ રતન ટાટાએ સૌને બતાવીને પ્રેરણા આપી હતી. મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ હોટેલ તાજને પણ નિશાન બનાવી હતી. આતંકીઓએ અંદર ઘૂસી ગોળીબાર કર્યા હતા. કસાબ પણ ત્યાં હતો. જેના વિશે રતન ટાટાએ પાછળથી એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.એમણે એ સમયે એમ કહી દીધું હતું કે આખી તાજ હોટલ બોમ્બથી ઉડાવવી પડે તો ભલે ઊડે પણ એકે ય આતંકી બચવો જોઈએ નહીં. એમના આ વિધાને દેશના દિલ જીતી લીધા હતા
ફાયરિંગ સમયે રતન હોટલ ગયા હતા
વર્ષ 2008 માં, 10 પાકિસ્તાની આતંકવાદીઓ દરિયાઈ માર્ગે દક્ષિણ મુંબઈમાં પ્રવેશ્યા હતા અને તાજ હોટેલ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સહિત શહેરના ઘણા મહત્વપૂર્ણ સ્થળો પર હુમલો કરીને અરાજકતાનું વાતાવરણ સર્જ્યું હતું. રતન ટાટા તે સમયે 70 વર્ષના હતા અને ફાયરિંગ સમયે તેઓ તાજ હોટલના કોલાબા છેડે ઉભા જોવા મળ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં રતન ટાટાએ કહ્યું કે કોઈએ તેમને ફોન કરીને જાણ કરી કે હોટલની અંદર ગોળીબાર થઈ રહ્યો છે, ત્યારબાદ તેમણે તાજ હોટકના સ્ટાફને ફોન કર્યો, પરંતુ કોઈએ તેમનો ફોન રિસીવ કર્યો.
‘સમગ્ર મિલકતને ઉડાવી દો’
રતન ટાટાએ જણાવ્યું હતું કે આ પછી તેઓ કાર લઈને તાજ હોટલ જવા નીકળ્યા હતા, પરંતુ અંદરથી ગોળીબાર થઈ રહ્યો હોવાથી તેમને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા. તે ઈન્ટરવ્યુમાં રતન ટાટાએ ખુલાસો કર્યો હતો કે તેમણે સુરક્ષાકર્મીઓને કહ્યું હતું કે, “એક પણ આતંકવાદીને જીવતો ન છોડવો જોઈએ અને જો જરૂરી હોય તો આખી સંપત્તિને ઉડાવી દો.”
દિવંગતોના ઘરે પગાર પહોંચાડ્યો
રતન ટાટા અત્યંત માયાળુ અને દયાળુ હતા. એમણે આતંકી હુમલા વખતે પણ સિક્યુરીરતી સ્ટાફ સાથે ચર્ચા કરી હતી અને હુમલામાં એમના જેટલા કર્મીઓ માર્યા ગયા હતા તે બધાના પરિવારને નિયમિત રીતે પગાર પહોંચાડ્યો હતો અને દરેકને 35 થી 85 લાખ સુધીની રકમ વધારાની આપી હતી. બધા જ પરિવારોની એમણે છેવટ સુધી સાર સંભાળ લીધી હતી.