દિલ્હીમાં ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ: 10 નાં મોત
ભારે વરસાદમાં રાજધાનીના હાલ બેહાલ
રેડ એલર્ટ: લોકોને ઘરમાજ રહેવા અનુરોધ: શાળાઓ બંધ:હજારો વાહનચાલકો અટવાયા
ભારે વરસાદે પાટનગર દિલ્હી જદબંબકર ઠઈ ગયું હતું.એક દિવસમાં 108 મી.મી.વરસાદ પડ્યા બાદ દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ઉપર વ્યાપક અસર પડી હતી.અલગ અલગ ઘટનાઓમાં 10 લોકોના મૃત્યુ થયા હતા.ઠેર ઠેર કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જતાં હજારો લોકો અધવચ્ચે અટવાઈ ગયા હતા.ભારે વરસાદને પગલે દિલ્હીની બધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી.હજુ પણ 24 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી લોકોને અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર ન નીકળવા અનુરોધ કર્યો હતો.ભારે વરસાદને કારણે 10 ફ્લાઇટ જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી.
દિલ્હીના અનેક વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા હતા.રસ્તાઓ પર નદીઓ દોડતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સંસદ ભવન પરિસર આસપાસનો વિસ્તાર પણ જળબંબાકાર થઈ ગયો હતો.ગાઝીપુરમાં ભૂગર્ભ ગટરના પાણી સાથે તણાઈ જતા એક મહિલા અને તેના દોઢ વર્ષના પુત્રના મોત થયા હતા.મીઠાપુરમાં એક વ્યક્તિનું ઘરની અગાશી ઉપર વીજશોક લાગતાં મૃત્યુ થયું હતું.સબ્જી મંડી વિસ્તારમાં રોબિન સિનેમા પાસે મકાન ધરાશયી થતાં એક વ્યક્તિનો ભોગ લેવાયો હતો.વસંત કુંજમાં દીવાલ પડતા એક મહિલા ઘાયલ થઈ હતી.નોઇડામાં પણ તૂટી પડેલી દીવાલ હેઠળ દટાઈ જતાં બે લોકોના જીવ ગયા હતા.ગુરગામના ઇફ્કો ચોકમાં પાણીમાં પડેલા ક્ષતિગ્રસ્ત વીજ વાયરમાંથી શોક લાગતાં ત્રણ લોકો માર્યા ગયા હતા.
ઠેર ઠેર ટ્રાફિક જામ
દિલ્હી ઉપરાંત દિલ્હી નોઈડા એક્સપ્રેસ વે અને મહેરૂલી – છત્રપુર રોડ ઉપર હજારો વાહનોના થપ્પા લાગી ગયા હતા.ગુરુગ્રમ,નોઈડા,ગાઝિયાબાદ અને ફરિદાબાદ ને જોડતા માર્ગો પર પણ ટ્રાફિક જામ થઈ જતા હજારો વાહનચાલકો અટવાઈ ગયા હતા.નોઇડાથી દિલ્હીના મૂળચંદ સુધીના ડીએનડી ફ્લાયવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.