Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કચ્છ-સૌરાષ્ટ્ર ઉપર બેવડી આફત આજે વાવાઝોડાનો ખતરો

Fri, August 30 2024

રવિવારે વહેલી સવારથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપર કહેર વરસાવી રહેલા મેઘરાજાનું જોર થોડું ઓછું થયું છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે ત્યાં ફરી એક વખત વાવાઝોડાના સ્વરૂપે આફત આવી છે. ગુજરાત ઉપર જે ડીપ ડીપ્રેશન સર્જાયુ હતુ તે શુક્રવારે વાવાઝોડામાં પરિવર્તિત થવાની ભીતિ છે. આ વાવાઝોડાને આશના નામ આપવામાં આવ્યુ છે અને તે મહદઅંશે કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અસર દેખાડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાના સુત્રોએ જણાવ્યું છે કે, આ આશના વાવાઝોડાને લીધે ૭૦ થી ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર નલિયા, માંડવી અને લખપત આસપાસ રહેશે તેવું લાગી રહ્યુ છે.


ગત ૨૫ ઓગષ્ટે મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાયું હતું અને ત્યારબાદ તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું. ડીપ ડિપ્રેશન ધીમે ધીમે સરકીને ડીસા અને સાબરકાંઠા થઇને ગુજરાતમાં પ્રવેશ્યું હતું. આ ડીપ્રેશનના કારણે સમગ્ર રાજ્યમાં છેલ્લા ૪ દિવસથી અનરાધાર વરસાદ વરસવાનો શરુ થયો હતો.


ડિપ્રેશનના કારણે સમગ્ર ગુજરાતમાં ૫થી ૨૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતી જોવા મળી હતી. છેલ્લા ૪ દિવસમાં લગભગ આખા ગુજરાતમાં ડીપ્રેશનના કારણે ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો જેથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું.


હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત પરથી પસાર થઇ ચુકેલું આ ડીપ્રેશન હવે કચ્છ તરફ છે અને તે અરબી સમુદ્ર તરફ વળી ગયું છે. જો કે ગુજરાત પરથી પસાર થયેલી આ સિસ્ટમ શુક્રવારે વાવાઝોડું બનશે.આ વાવાઝોડાને આશના નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાનું એલર્ટ આપ્યું છે.

વરસાદની પેટર્ન બદલાતા ગુજરાતમાં વધુ વરસાદ

છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ માત્રામાં વરસી રહેલા વરસાદ પાછળ બદલાયેલી વરસાદી પેટર્ન જવાબદાર હોવાનું હવામાન તજજ્ઞો જણાવી રહ્યા છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. સામાન્ય રીતે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે છે. તેનો રુટ ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને પંજાબ છે અને આ દિશામાં તે આગળ વધે છે. આ રાજ્યોમાં ભારે વરસાદ થાય છે. પરંતુ આ વર્ષે આ રૂટ બદલાયો છે. તે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન થઈને પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.

ગુજરાતને જળબંબાકાર કરી નાખનાર ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ અને કાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવે તેવી ભીતિ

માંડવીમાં ૧૧ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

રાજકોટ : બંગાળની ખાડીમાં થોડા દિવસ અગાઉ સર્જાયેલ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હવે આ લો પ્રેસર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગુજરાતના દરિયાકાંઠે કચ્છ નજીક સ્થિર થઇ જતા આજે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે, બીજી તરફ કચ્છ અને દ્વારકા નજીક મજબૂત બની સ્થિર થયેલા ડીપ ડિપ્રેશનને કારણે માંડવીમાં ધોધમાર ૧૧ ઈંચ વરસાદ વરસ્યો હતો ઉપરાંત રાજ્યના ૨૧૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલ લો પ્રેસર હાલમાં મજબૂત બની જતા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તાર અને ખાસ કરીને કચ્છનાના દરિયાકાંઠે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે, ડીપ ડિપ્રેશનની અસરને કારણે ગુરુવારે કચ્છના માંડવીમાં ૧૧ ઈંચ અને મુન્દ્રામાં સાડા સાત ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હજુ ડીપ ડિપ્રેશનનો ખતરો ટળ્યો નથી ત્યાં જ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની રહી હોવાનું પણ હવામાન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.

દરમિયાન ગુરુવારે કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને બાદ કરતા સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં વરસાદમાં રાહત અનુભવાઈ હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ સવારના ૬થી સાંજના ૬ વાગ્યા સુધીમાં રાજ્યના કચ્છના માંડવીમાં ૨૮૭ મીમી, અને મુન્દ્રામાં ૧૮૮ મીમી, દ્વારકામાં ૧૪૦ મીમી, અબડાસામાં ૧૨૯ મીમી, અંજારમાં ૬૩ મીમી, ગાંધીધામમાં ૫૦ મીમી, લખપતમાં ૪૯ મીમી, જૂનાગઢના ભેસાણામાં ૪૪ મીમી, લોધીકામાં ૪૪ મીમી, ભુજમાં ૪૧ મીમી, ભચાઉમાં ૩૬ મીમી, ખંભાળિયામાં ૩૪ મીમી, ચુડામાં ૩૨ મીમી, અમદાવાદના ધોલેરામાં ૩૧ મીમી, નખત્રાણામાં ૩૦ મીમી, ચોટીલામાં ૩૦ મીમી, જોડિયામાં ૩૦ મીમી સહીત રાજ્યના ૨૧૦ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.

Share Article

Other Articles

Previous

‘વરસાદ પોરો’ ખાય એટલે સૌથી પહેલાં રાજકોટને ચોખ્ખું’ને પછી ગાબડામુક્ત કરાશે

Next

રાજકોટના આજી, ભાદર અને મોજ સહિતના ૧૮ ડેમ છલોછલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં ખાનગી કોલેજની આફ્રિકન વિદ્યાર્થિની કુંવારી માતા બની : દેહ વ્યાપાર અંગેના વિવાદ વચ્ચે ચકચારી ઘટના
26 મિનિટutes પહેલા
‘પાર્કિંગ’નાં નામે ઉઘાડી લૂંટ નહિ ચાલે : રાજકોટ એરપોર્ટ પર 12 મિનિટ સુધી પિકઅપ & ડ્રોપ ફ્રી, જાણો 30 મિનિટથી 2 કલાક સુધીનો ચાર્જ
54 મિનિટutes પહેલા
જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું : કોંગ્રેસના નેતા જયરામ રમેશે રાજીનામાં અંગે કર્યો મોટો દાવો
1 કલાક પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહનું નામ અત્યારે ચર્ચામાં સૌથી મોખરે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2276 Posts

Related Posts

છેલ્લા રાઉન્ડમાં પણ મેઘરાજાની સટાસટી, સુરતમાં 3 ઈંચ
ગુજરાત
10 મહિના પહેલા
ખેડૂત આંદોલન દરમિયાન શંભુ બોર્ડર પર એક ખેડૂતે કર્યો આપઘાત : ઉપવાસી નેતાની પણ તબિયત ગંભીર
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
નવેમ્બર પૂર્ણ થવા છતાં રાજકોટની 45 દુકાનોમાં ઘઉં-ચોખા ન પહોંચ્યા
રાજકોટ
8 મહિના પહેલા
ભારતનો આજે વિજય દિવસ : 1971 માં 16 ડિસેમ્બરે પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ શરણાગતિ સ્વીકારી હતી
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર