ચૂંટણી પ્રચારથી લઈને શપથવિધિ સુધી ડોનાલ્ડ ટ્રમ્પની ફરીથી અમેરીકન પ્રમુખ બનવાની વિવાદાસ્પદ સફર
અમેરિકાની ચુંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ જે આખી દુનિયા જાણે છે. તેઓ અમેરીકાના ૪૭ માં પ્રમુખ બનશે. જો કે, 20 જાન્યુઆરીએ તેઓ સત્તાવાર રીતે ભૂમિકામાં ઉતરે તે પહેલાં, વ્હાઇટ હાઉસ સુધીની તેમની સફર પૂર્ણ કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં બાકી છે.
પગલું 1: વ્હાઇટ હાઉસની મુલાકાત
હજુ તો અંતિમ મત ગણતરી ચાલુ છે પણ ગણતરી પૂરી થાય એ પહેલા જ ટ્રમ્પે પહેલેથી જ જરૂરી ઇલેક્ટોરલ કૉલેજ વોટ્સ મેળવી લીધા છે. તેમના પ્રતિસ્પર્ધી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ટ્રમ્પની જીતનો સ્વીકાર કરીને ભાષણ પણ આપી દીધું.
રાષ્ટ્રપતિ જો બિડેને ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં મીટિંગ માટે આમંત્રણ આપ્યું છે, જેની ટ્રમ્પની ટીમે પુષ્ટિ કરી છે કે તે ટૂંક સમયમાં યોજાશે. બિડેનનો હેતુ સત્તાના સરળ હસ્તાંતરણની ખાતરી કરવાનો છે. મીટિંગમાં થોડો તણાવ સર્જાઈ શકે છે, કારણ કે ટ્રમ્પ અને બિડેને છેલ્લા કેટલાક મહિનાઓમાં ખુલ્લેઆમ એકબીજાની ટીકા કરી છે. ટ્રમ્પે એકવાર બિડેનને “અમેરિકન ઇતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ” તરીકે વર્ણવ્યા હતા.
પગલું 2: સત્તાનું હસ્તાંતરણ
બિડેન બધો વહીવટ અને કાર્યભાર ટ્રમ્પના બીજા કાર્યકાળની ટીમને સોંપી દેશે. નવા અધિકારીઓની નિમણૂક કરવી અને મુખ્ય હોદ્દા ભરવા એ એક મોટું કામ છે, પરંતુ ટ્રમ્પની ટીમેં હોમવર્ક કરવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પે લિન્ડા મેકમોહન અને હોવર્ડ લ્યુટનીકને ટ્રાન્ઝિશન કો-ચેર તરીકે નિયુક્ત કર્યા છે. આગામી દિવસોમાં તેઓ નવા અધિકારીઓની પસંદગીમાં પણ પોતાના સજેશન આપશે તેવી અપેક્ષા છે.
ટ્રમ્પે તેમની ટીમ માટે કેટલીક આશ્ચર્યજનક વ્યક્તિઓની પસંદગીઓ કરી છે. તેમણે વિશ્વપ્રસિદ્ધ ટેકનોલજી માસ્તર એલોન મસ્કને સરકારી કાર્યક્ષમતા ઉપર દેખરેખ રાખવા માટે અને રસી વિરોધી કાર્યકર્તા રોબર્ટ એફ. કેનેડી જુનિયરને તે આરોગ્ય નીતિમાં સ્થાન આપશે એવી ચર્ચા ચાલી રહી છ. જો કે, સેક્રેટરી ઓફ સ્ટેટ જેવા હોદ્દા માટે સેનેટની મંજૂરીની જરૂર પડશે અને સેનેટ હાલમાં રિપબ્લિકન-નિયંત્રિત છે.
પગલું 3: રાજ્ય-સ્તરનું મત પ્રમાણપત્ર
મત પ્રમાણપત્ર એટલે કે વોટ વેરીફીકેશન સર્ટીફીકેટ. ચૂંટણી પછી, 50 રાજ્યોમાંથી દરેક રાજ્ય બે વખત મતગણતરી કરશે. ચોકસાઈની ખાતરી કરવા માટે મતની બેવડી ચકાસણી થશે. કોઈપણ અનિયમિતતા થતી હોય તો તેને પકડી પાડવા કે પછી સંભવિત કોઈ પણ જાતના વિવાદને થતો રોકવા માટે આ પ્રક્રિયા જરૂરી છે. 17 ડિસેમ્બરના રોજ, દરેક રાજ્યના મતદારો રાજ્યના પરિણામોને અંતિમ સ્વરૂપ આપતા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે તેમના સત્તાવાર મત આપવા માટે મળશે.
ચાર વર્ષ પહેલાં, ટ્રમ્પના સાથીઓએ પ્રક્રિયાને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કર્યો, અધિકારીઓને વિનંતી કરી કે તેઓ બિડેનની જીતને પ્રમાણિત ન કરે, જોકે આ પ્રયાસો આખરે નિષ્ફળ ગયા હતા.
પગલું 4: કોંગ્રેસનલ સર્ટીફીકેટ
6 જાન્યુઆરીએ, કોંગ્રેસ સંયુક્ત સત્રમાં સત્તાવાર રીતે ચૂંટણી મતોને પ્રમાણિત કરશે. કમલા હેરિસ, ઉપપ્રમુખ તરીકે, ટ્રમ્પના ભૂતપૂર્વ હરીફ તરીકેની ભૂમિકા હોવા છતાં, પ્રમાણપત્રની દેખરેખ રાખશે.
આ પગલું વિશેષ મહત્વ ધરાવે છે. 2021 માં, ટ્રમ્પના સમર્થકોએ બિડેનની જીતના પ્રમાણપત્રને રોકવાના પ્રયાસમાં કેપિટોલમાં હુમલો કર્યો. આ વર્ષે, કોઈ પુનરાવૃત્તિ ટાળવા માટે વધારાની સુરક્ષા ગોઠવવામાં આવે તેવી શક્યતા છે.
પગલું 5: શપથવિધિની ઘડી
20 જાન્યુઆરીએ ટ્રમ્પ સત્તાવાર રીતે યુનાઇટેડ સ્ટેટ્સના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ સમારોહનું આયોજન પરંપરાગત રીતે અમેરિકાના વેસ્ટ ફ્રન્ટ પર થાય છે. કેપિટોલ એ સત્તાના શાંતિપૂર્ણ સ્થાનાંતરણનું પ્રતીક છે. જમણો હાથ ઊંચો કરીને શપથ લીધા બાદ ટ્રમ્પ સત્તાવાર રીતે તેમના નવા કાર્યકાળની શરૂઆત કરશે અને વ્હાઇટ હાઉસમાં વિધિવત પ્રવેશ મેળવશે. ટ્રમ્પ ફરી એક વાર અમેરીકાના રાષ્ટ્રપતિ બનશે.