સ્વદેશી હવાઈ યાત્રિકોના ટ્રાફિકનો આંક 15.4 કરોડ સુધી પહોંચવાનું અનુમાન
નાણાકીય વર્ષ 2023 -24 માં દેશની એરલાઇનસોની ખોટ ઘટીને 3 થી 4 હજાર કરોડ સુધી થઈ શકે છે
હવે દેશ આર્થિક રીતે મજબૂત થઈ રહ્યો છે અને લાખોપતિ તથા કરોડપતિ લોકોની સંખ્યા વધી રહી છે ત્યારે તેની સાથે દેશની એરલાઇનસોને પણ મોટી કમાણી કરવાનો અવસર મળી રહ્યો છે. હવે એવા અહેવાલો બહાર આવ્યા છે કે નાંણાંકીય વર્ષ 2023 -24 માં સ્વદેશી હવાઈ યાત્રી ટ્રાફિક 13 ટકા સાથે વધીને લગભગ 15.4 કરોડ સુધી પહોંચી શકે છે.
વિમાન ઇન્ડસ્ટ્રી અત્યારે ખૂબ જ આશા સાથે આગળ વધી રહી છે અને તેનું કહેવું છે કે સ્વદેશી એરલાઇનસોની ખોટ પણ નીચે આવશે અને ખોટનો ખાડો ઘટીને 3 થી 4 હજાર કરોડ સુધી થઈ શકે છે. નિષ્ણાતો એમ કહે છે કે એરલાઇન્સના ખર્ચમાં વધારાની તુલનામાં મહેસૂલી વૃધ્ધિની ક્ષમતા મહત્વની છે.
આ વખતે હવાઈ યાત્રિકોના ટ્રાફિકમાં બેકાબૂ વધારો થશે તે લગભગ પાક્કું જ છે. માર્ચ માસમાં પણ યાત્રિકોની સંખ્યામાં વધારો થયો હતો. હવે દર માસે વધારો થઈ રહ્યો છે. ખોટનો ખાડો ભરાઈ રહ્યો છે અને તે વાત જ એરલાઇનસોને ઑક્સીજન પૂરું પાડનારી છે.