દિલ્હીમાં ફરી બની શરમજનક ઘટના : માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે માર્ગ પર ફેકી દીધી
દેશમાં દુષ્કર્મની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે અને દિલ્હીમાં ફરીવાર સૌનું માથું ઝૂકી જાય તેવી ઘટના બની હતી. . દક્ષિણ-પૂર્વ દિલ્હીના સરાય કાલે ખાનમાં માનસિક અસ્થિર યુવતી પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી. યુવતીને ગંભીર હાલતમાં એઇમ્સમાં દાખલ કરવામાં આવી હતી. આવી ઘટનાઓ શા માટે રોકાતી નથી તેવો સવાલ લોકોની જીભ પર રમતો થયો છે.
પોલીસે પીડિતને મેડિકલ તપાસ બાદ દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી. જોકે, હજુ યુવતીનું નિવેદન નોંધવામાં આવ્યું નથી. દુષ્કર્મ બાદ યુવતીને માર્ગ પર ફેકી દેવાઈ હતી. સારવાર બાદ તેનું નિવેદન નોંધવામાં આવશે.
પોલીસે દુષ્કર્મનો કેસ નોંધ્યો છે અને આરોપી વિશે જાણવા માટે યુવતીની પૂછપરછ કરવામાં આવશે. શુક્રવારે (11મી ઓક્ટોબર) સવારે એક રાહદારીએ પોલીસને યુવતી ઈજાગ્રસ્ત હાલતમાં પડી હોવાની જાણ કરી હતી. પીસીઆર ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પોલીસકર્મીઓએ પીડિતને હોસ્પિટલમાં દાખલ કરી. જ્યાં તપાસમાં યુવતીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવતી મૂળ ઓડિશાની છે. લગભગ એક વર્ષ પહેલા તે તેના પરિવારને જાણ કર્યા વગર દિલ્હી આવી હતી. લગભગ બે મહિના પહેલા તે પોલીસને કતવારિયા સરાયમાંથી મળી આવી હતી. ત્યારબાદ તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી, પરંતુ યુવતી પરિવાર સાથે ગઈ ન હતો. બાદમાં તે ન તો પોલીસ અને પરિવારના સંપર્કમાં ન હતી. ક્યારેક એટીએમની બહાર સૂઈ જતી હતી. જો કે, યુવતી માનસિક રીતે અસ્વસ્થ છે.
