ડાયરેક્ટ DSP જ બનશે…રાજકોટમાં પુત્રને DSP બનાવી આપવાના નામે પશુપાલક સાથે 1.48 કરોડની છેતરપિંડી, જાણો શું છે મામલો
રાજકોટના નવાગામ ખાતે રહેતા પશુપાલકના પુત્રને પોલીસ વિભાગમાં ડીએસપી બનાવી દેવાના નામે પાલીતાણાના બે શખસો દ્વારા 2.36 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ અંગે જીલુભાઈ ભગાભાઈ ગમારાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ દસ વર્ષ પહેલાં દ્વારકા ગયા ત્યારે તેમની મુલાકાત હરિભાઈ રાજાભાઈ ગમારા સાથે થઈ હતી. આ પછી હરિભાઈ અવાર-નવાર તેમના ઘેર આવતા હતા. દરમિયાન 2021-22માં હરિ ગમારા જીલુભાઈના ઘેર આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે પોલીસ ખાતામાં પીએસઆઈની ભરતી ચાલું છે એટલે પુત્રને પીએસઆઈની ભરતીમાં પાસ કરાવવો હોય તો કહેજો.
આ પણ વાંચો : હિરાસર એરપોર્ટમાં ચોરી કરનાર યુવક મોટો ખેલાડી નીકળ્યો! ખાસ ટ્રીક વાપરીને કરતો હતો ચોરી, ઓથોરિટી-પોલીસ દ્વારા સઘન તપાસ
આ સાંભળી જીલુભાઈએ હરિભાઈ પર ભરોસોમુકી મોટા પુત્ર રાહુલને પીએસઆઈ બનાવવા માટે તૈયારી દર્શાવી હતી ત્યારે હરિ ગમારાએ કહ્યું કે તેમની સોસાયટીમાં રહેતા વિવેક પ્રવીણભાઈદવેને રાજકીય નેતાઓ સાથે સારા સંપર્ક છે અને તેમના કહેવાથી નોકરી મળી જશે પરંતુ 50 લાખ રૂપિયા જેવો ખર્ચ થશે અને 15 લાખ એડવાન્સ આપવા પડશે તેવું કહેતા જીલુભાઈએ હરિભાઈને 15 લાખ આપ્યા હતા. પરંતુ પીએસઆઈનો ઓર્ડર ન થતાં હરિએ વિવેક મારફતે 14 લાખ પરત અપાવ્યા હતા.
આ પણ વાંચો : રાજકોટ શહેર ભાજપની નવી ટીમ ‘કવર’માં પેક : 10 નવેમ્બર બાદ નવી ટીમની જાહેર થવાની શક્યતા, જાણો કેટલા હોદ્દેદારોની હશે ટીમ
થોડા દિવસ બાદ હરિ ગમારાનો ફરી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે વિવેકને કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે સંબંધ હોય હવે રાહુલને ડાયરેક્ટ ડીએસપીનો જ ઓર્ડર કરાવી આપશે પરંતુ તેના માટે. 2.36 કરોડનો ખર્ચ થશે અને 50 લાખ એડવાન્સ આપવા પડશે તેવું કહેતા જીલુભાઈએ 37 લાખ બેન્ક મારફતે અને 1.98 લાખ રોકડમાં ચૂકવ્યા હતા પરંતુ ડીએસપીનો ઓર્ડર પણ ન થતાં હરિ અને વિવેકને વાત કરતા તેણે વધુ દસ કરોડની માંગ કરી હતી જેથી જીલુભાઈએ ઓર્ડર નથી જોઈતો અને પૈસા પરત આપો તેવું કહેતા ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. ત્યારબાદ 19 ઓગસ્ટે વિવેક દવેએ સમજૂતિકરાર કરી આપ્યો હતો જેમાં એવું લખાણ લખેલું હતું કે જીલુભાઈએ તેમનેહાથ ઉછીના પૈસા આપ્યા છે. ત્યારપછી વિવેક પ્રવીણભાઈ દવે અને હરિભાઈ રાજાભાઈ ગમારા (રહે.બન્ને પાલિતાણા)એ 2.36 કરોડમાંથી 88 લાખ રૂપિયા પરત આપ્યા હતા જ્યારે 1.48 કરોડ પરત ન આપતા ફરિયાદ નોંધાવી હતી.
