શું તારક મહેતાના ‘ટપ્પુ’એ ‘બબીતાજી’ સાથે સગાઈ કરી….?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સ્ટારર ‘બબીતા જી’ એટલે કે મુનમુન દત્તા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે.
મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં જ પડદા પર ‘જેઠાલાલના પુત્ર ટપ્પુ’ની ભૂમિકા ભજવનાર રાજ અનાદકટ સાથે સગાઈ કરી છે. 36 વર્ષની મુનમુન દત્તા અને 27 વર્ષની રાજ અનડકટની ઉંમરમાં 9 વર્ષનો તફાવત છે. અહેવાલ છે કે બંનેએ આ મહિનાની શરૂઆતમાં પોતપોતાના પરિવારની હાજરીમાં એકબીજાને રિંગ પહેરાવી છે.
મહત્વનું છેકે, અનાદકટ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોડાયા ત્યારથી બંને ડેટ કરી રહ્યા છે. રાજે ડિસેમ્બર 2022માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો હતો. તે આ હિટ સીરિયલમાં જેઠાલાલના દીકરાનો રોલમાં હતો. સેટ પર પણ બધાને તેમના સંબંધો વિશે ખબર હતી. સૂત્રએ જણાવ્યું કે, કેટલાક લોકોને ખાતરી હતી કે મુનમુન અને રાજ લગ્ન કરશે.