અમેરિકાએ વળી પાછું શું કોથળામાંથી બિલાડું કાઢ્યું ? શું કર્યું ? વાંચો
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ચર્ચિત બનેલા ડિપાર્ટમેન્ટ ઓફ ગર્વમેન્ટ ઈફિશિયન્સીના ઈનચાર્જ એલન મસ્ક નહીં પણ એક લેડી એમી ગ્લિસન છે. અમેરિકાએ આમ એકાએક કોથળામાંથી બિલાડું કાઢીને બધાને ચોંકાવી દીધા છે. ટ્રમ્પે ડોજેના ઈનચાર્જ મસ્કને બનાવ્યા હોવાના અહેવાલો ખોટા હોવાની સ્પષ્ટતા વ્હાઈટ હાઉસે આપી છે. તેમજ હાલ ડિપાર્ટમેન્ટના એડમિનિસ્ટ્રેટર તરીકે એમી ગ્લિસન કાર્યભાર સંભાળી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
ટ્રમ્પ સરકારે આ મહિનાની શરૂઆતમાં કોર્ટમાં મસ્કની ડોજેમા કોઈ ભૂમિકા ન હોવાનું જણાવતાં કોર્ટે તેમને ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ કરનારા વ્યક્તિનું નામ જાહેર કરવા દબાણ કર્યુ હતું. વ્હાઈટ હાઉસે કોર્ટમાં જણાવ્યું કે, મસ્ક વ્હાઈટ હાઈસના કર્મચારી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના સિનિયર એડવાઈઝર છે. તે સરકારના વિશેષ કર્મચારી છે. તેમને કોઈ પગાર ચૂકવવામાં આવતો નથી. તેમની ભૂમિકા અસ્થાયી છે.
વ્હાઈટ હાઉસે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ ઈફિશિયન્સીના ઈનચાર્જ એમી ગ્લિસન હોવાની જાહેરાત મંગળવારે કરી હતી. ગ્લિસન હેલ્થકેર ટેક્નોલોજીમાં સુધારો કરવા લાંબા સમયથી અનેક પ્રયાસો કરી રહી છે. તે કન્સલ્ટીંગ ફર્મ પણ ચલાવે છે. તેઓ ડિપાર્ટમેન્ટમાં એડમિનિસ્ટ્રેટર તરીકે કાર્યરત છે.
ડોજે અગાઉ યુએસ ડિજિટલ સર્વિસ તરીકે ઓળખાતું હતું. પરંતુ ટ્રમ્પ શાસન પર આવતાં જ તેનું નામ બદલી નખાયું હતું તેના ઈનચાર્જ તરીકે મસ્કની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કોર્ટમાં આ ડિપાર્ટમેન્ટ વિશે સ્પષ્ટતાની માગ કરતી અરજી બાદ વ્હાઈટ હાઉસે મસ્કની કોઈ સત્તાવાર ભૂમિકા હોવાનો ઈનકાર કર્યો હતો.