નવેમ્બર ના બદલે હવે જાન્યુઆરીથી અમલમાં આવશે: કરદાતાઓને વધુ 2 મહિના રાહ જોવી પડશે
જીએસટીમાં વ્યાજ અને પેનલ્ટીની નવી જોગવાઈ હવે નવેમ્બરના બદલે જાન્યુઆરીમાં અમલમાં આવશે તે પૂર્વે અનેક ડિમાન્ડ નોટિસ નીકળતા કરદાતાઓને વધુ બે મહિના માટે રાહ જોવી પડશે.સુધારેલી જોગવાઈ અનુસાર જીએસટી કાયદાની કલમ 73 હેઠળ નાણાકીય વર્ષ 2017-18,2018-2019,2019-2020 દરમિયાન સંબંધિત કેસ,વ્યાજ અને દંડ માફી નો લાભ મેળવવા કરદાતાઓને પાત્ર ગણવામાં આવ્યા છે. આ કરદાતાઓ 31મી માર્ચ 2025 સુધી ઓનલાઇન અરજી કરીને રાહત મેળવી શકશે.
જોકે હવે આ કરમુક્તિ યોજના નવેમ્બરના બદલે જાન્યુઆરી મહિનાથી શરૂ કરવામાં આવશે તે પહેલા જ અનેક કરદાતાઓને ડિમાન્ડ નોટિસ આપવામાં આવી છે આ સ્કીમમાં કરતાતાઓને વર્ષ 2019- 20 સુધીના ડિમાન્ડ માટેની નોટિસ આપી હોય તેવો સ્કીમનો લાભ લઈને ટેક્સ ભરી વ્યાજ અને દંડની માફી લઇ શકે છે પરંતુ હવે આ ઓનલાઈન સુવિધા ન આપતા કરતા હોય જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે.આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેઓએ ડી આર સી 03 એ ના ફોર્મ દ્વારા જરૂરી ટેક્સ ભરી વ્યાજ અને દંડમાંથી માફી માટે રાહ જોવી પડશે
Related Posts
પાકિસ્તાનમાં કેવી થઈ રહી છે અંધાધૂંધી ? શું થયું ? જુઓ
10 મહિના પહેલા