દિલ્હી : શાહદરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ ભભૂકી
જો કે સમયસર 13 લોકોને બચાવી લેવાતાં કોઈ જાનહાનિ થઈ નહતી
દિલ્હીમાં શનિવારની રાત્રે આગના સમાચારો જ બહાર આવ્યા હતા. ભયાનાક ગરમી વચ્ચે દિલ્હીના શાહદરા વિસ્તારમાં આવેલા પશ્ચિમ આઝાદ નગરના એક રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળી હતી અને પરિવારજનો ફસાઈ ગયા હતા. જો કે કોઈ જાનહાનિ થઈ નહતી.
આગની ઘટનાની જાણ તરત જ ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર ફાઇટરો આવી પહોંચ્યા હતા અને 13 લોકોને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા. કેટલાક લોકોને થોડીક ઇજા થઈ હતી અને એમને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવાયા હતા.
રહેણાંક મકાનમાં આગ કેવી રીતે લાગી હતી તે બારામાં અધિકારીઓએ કહ્યું હતું કે શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હતી. જો કે સમયસર ફાયર ફાયતરો પહોંચી ગયા હતા બધાને બચાવી લેવાયા હતા.