ફાસ્ટેગ KYC માટેની સમયમર્યાદા લંબાવાઈ, વાંચો ક્યાં સુધીની કરી
ફાસ્ટેગ યુઝર્સ માટે મોટા સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ફાસ્ટેગ કેવાયસી અપડેટ કરવાની સમયમર્યાદા લંબાવી છે. હવે વપરાશકર્તાઓ 29 ફેબ્રુઆરી, 2024 સુધી તેમના ફાસ્ટેગ માટે KYC અપડેટ કરી શકે છે. અગાઉ આ સમયમર્યાદા 31 જાન્યુઆરી 2024 હતી. જો તમે 29મી ફેબ્રુઆરીની નવી ડેડલાઈન સુધીમાં તમારું ફાસ્ટેગ કેવાયસી અપડેટ નહીં કરો, તો તમારું ફાસ્ટેગ 1લી માર્ચથી નિષ્ક્રિય થઈ જશે. આવી સ્થિતિમાં ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે.