હે.૧૮.૧૪ લાખના હેરોઈનના જથ્થા સાથે પકડાયેલ શખસની રિમાન્ડ અરજી કોર્ટે ફગાવી
શહેરના કુવાડવા રોડ પાસેથી એ.સો.જીએ ૧૮.૧૪ લાખના હેરોઈનના જથ્થા સાથે બે શખ્સ ધરપકડ કરી હતી. જે બાદ રાજકોટના ફૈઝલ ચૌહાણની વધુ તપાસ માટે પોલીસે કોર્ટમાં રિમાન્ડ અરજી દાખલ કરી હતી. જે અદાલતે ફગાવી દીધી હતી.
આ કેસની હકિકત મુજબ, ગત તારીખ ૧૪/૦૧/૨૦૨૫ ના રાત્રીના ૮:૩૦ વાગ્યાના આસપાસ રાજકોટ એસ.ઓ.જી. પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય તે સમયે કુવાડવા રોડ પાસે આવેલ ડી-માર્ટ મોલની આગળ “મેલડી માતાની મોજ” નામના ઓટો ગેરેજ પાસે જાહેરમાં રોડ ઉપર બે શખસો ઉભા હોય જેની પાસે માદક પદાર્થનો જથ્થો હોય તેવી ચોકકસ બાતમીના આધારે પોલીસે બન્ને આરોપીઓની પુછપરછ કરતા તેઓએ પોતાનું નામ ફૈઝલ યુસુફભાઈ ચૌહાણ (રહે. કૃષ્ણપરા) ,રાજમલ રકમા મીણા (રહે. પ્રતાપગઢ, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે હકિકતની ખરાઈ કરવા આરોપીઓની અંગજડતી કરતા માદક પદાર્થ મળી આવેલ હોય જેથી એફ.એસ.એલ. અધિકારીને બોલાવી તેઓ પાસે પરીક્ષણ કરાવતા આ માદક પદાર્થનો જથ્થો હેરોઈન હોવાનો સામે આવ્યું હતું. જેથી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને એન.ડી.પી.એસ. એકટની કલમ-૮(સી), ૨૧(બી), ૨૯ મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ હતો. પોલીસે આરોપી ફૈઝલ ચૌહાણની વધુ પૂછપરછ માટે અદાલતે ૭ દિવસના જામીન મેળવવા અરજી કરી હતી.
જે જામીન અરજી સામે વાંધા રજૂ કરતાં આરોપીઓના વકીલે કરેલી ધારદાર દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને અદાલતે આરોપી ફૈઝલ ચૌહાણના ૭ રિમાન્ડ મેળવવા પોલીસે કરેલી અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં આરોપી વતી ગૌરાંગ પી.ગોકાણી, વૈભવ બી. કુંડલીયા, શિવરાજસિંહ જાડેજા તથા લીગલ આસી. તરીકે જયદીપ ગઢીયા રોકાયેલા હતા.