શિંદે પર વિવાદિત ટિપ્પણીનો મામલો : શિંદે માટે અજીત પવારે કહ્યું હતું એ જ મેં કહ્યું છે, શો તો ચાલુ જ રહેશે : કામરાનું નિવેદન
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેની વ્યંગાત્મક ઠેકડી ઉડાવનાર સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ
પોતે ડરતો ના હોવાનું જણાવી અને હવે પછીનો શો એલ્ફિન્સ્ટન બ્રિજ ઉપર કરવાનો પડકાર ફેંક્યો હતો.બીજી તરફ તેણે જે જગ્યાએ શો કર્યો હતો તેહેબિટેડ સ્ટુડિયોમાં શિવ સૈનિકોએ તોડફોડ કર્યા બાદમુંબઈ બૃહદ નગરપાલિકા દ્વારા પણ પ્લાન ભંગ થયો હોવાનું કારણ જણાવી એ સ્ટુડિયોનો કેટલાક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો.
કુણાલ કામરાએ કહ્યું કે મેં કાંઈ ખોટું કીધું નથી.એકનાથ શિંદે માટે અજીત સવારે જે કહ્યું હતું તે જ મેં કહ્યું છે.તેમણે હેબિટેડ સ્ટુડિયોમાં તોડફોડ અને તંત્ર દ્વારા કરાયેલા ડિમોલિશનની ટીકા કરતા જણાવ્યું કેસ્ટુડિયોએતો માત્ર સ્ટેજ જ પૂરું પાડ્યું હતું. કલાકારો ત્યાં કયો કાર્યક્રમ આપે અથવા તો શું બોલે તેની સાથે સ્ટુડિયો ને કાંઈ નિસ્બત નથી. બાદમાં તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે હું ભીડથી કે ધમકીઓથી ડરનારો કે પલંગ નીચે સંતાઈ જનારો માણસ નથી. હવે પછી હું એલ્ફિન્સ્ટન બ્રિજ ઉપર કાર્યક્રમ આપીશ અને પછી ભલે શિવ સૈનિકો કે તંત્ર તેના પર હથોડા ઝીંકે.
એકનાથ શિંદે એ તોડફોડ ને ‘ક્રિયાની પ્રતિક્રિયા’ ગણાવી
ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ હેબિટેડ સ્ટુડિયોમાં થયેલી તોડફોડને પોતે સમર્થન નહીં આપતા હોવાનું જણાવ્યું હતું પણ સાથે જ એ ઘટનાને ‘ ક્રિયાની પ્રતિક્રિયા ‘ ગણાવી હતી. તેમણે કહ્યું કે અમે મજાકને સમજીએ છીએ પણ તે એક ચોક્કસ મર્યાદામાં હોવી જોઈએ. બીજી તરફ શિવસેના તરફથી ખુલ્લી ધમકીઓનો મારો ચાલુ રહ્યો હતો. મહારાષ્ટ્રના મંત્રી
ગુલાબ રઘુનાથ પાટીલે કહ્યું,”કામરા ક્યાં સુધી છુપાયેલો રહેશે? ક્યારેક તો બહાર આવશે ને? અમે તેને છોડશું નહી, શિવસેના સ્ટાઇલમાં પાઠ ભણાવીશું..”
કોમેડી માટે સોપારી ? પોલીસ તપાસ કરશે
પોલીસે કુણાલ કામરાને પૂછપરછ માટે હાજર થવા તેના માતા પિતાના મુંબઈ ખાતેના ઘરે સમન્સ મોકલ્યું હતું.એકનાથ શિંદે ઉપર મજાક કરવા માટે કોઈએ સોપારી આપી હતી કે કેમ તેની પોલીસ તપાસ કરશે.ઉપરાંત શો નું કન્ટેન બનાવવામાં અન્ય કોઈએ મદદ કરી હતી કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરવાની છે.
ધમકીઓનો જવાબ દેવા માટે કામરાનો નવતર કીમિયો
કુણાલ કામરાનો ફોન નંબર સોશિયલ મીડિયા પર શેર કરી દેવાયા બાદ તેને સતત ધમકીના અને ગાળી ગલોચ
કરતાં ફોન મળી રહ્યા છે.કામરા એ પોતાનો ફોન વોઇસ મેસેજ મોડ પર મૂકી દીધો છે અને વોઇસ મેસેજમાં શિંદે ની ઠેકડી ઊડાવતું એ જ ગીત સંભળાય છે જેને કારણે શિવ સૈનિકો ક્રોધે ભરાયા છે.