રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીરના “વાળ ખેંચ” પ્રકરણ મામલે કોન્સ્ટેબેલ પ્રદીપ ડાંગરની અટકાયત
રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીર આરોપીના “વાળ ખેંચ” પ્રકરણ મામલે પોલીસે આરોપી કોન્સ્ટેબેલ પ્રદીપ ડાંગરની અટકાયત કરી હતી. જો કે તેના વિરૂધ્ધ જે કલમ હેઠળ ગુનો નોંધાયો છે તેમાં સજાને જોગવાઈ 7 વર્ષની નીચેની હોવાથી નોટિસ આપી જવા દેવામાં આવ્યો છે. ત્યારે તેને આપેલ નિવેદન મામલે તપાસ અધિકારી દ્વારા મોનસેવી લેવામાં આવ્યું છે.
રૈયા રોડ પરના કનૈયા ચોકમાં યુવક પર છરીથી થયેલા હુમલાની ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે એક સગીર સહિત પાંચ આરોપીની અટકાયત કરી હતી. જે બાદ સગીર આરોપીને તાલિબાની જેવી સજા આપવા પોલીસ મથકમાં જ એક રૂમમાં તેના જીવતા વાળ ખેંચવામાં આવ્યા હતા. આ ઘટના અંગે વીડિયો પણ વાઈરલ કરવામાં આવ્યો હતો. સમગ્ર વાળ ખેંચ કાડ બહાર આવ્યા બાદ સગીરાના દાદીએ નોંધાવેલી ફરિયાદમાં આધારે પોલીસ મથકના સફાઈ કામદાર શૈલેષ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :ગોંડલ રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે હાઇકોર્ટે 3 એસપીના માંગ્યા નામ : અન્ય એજન્સીને સોંપાઈ શકે છે તપાસ
જે બાદ પોલીસે સફાઈ કામદાર આરોપી શૈલેષની ધરપકડ કરી હતી અને જાણે “સબ સેટ’ હોય તેમ તેણે દોષનો ટોપલો પોતાની માથે ઓઢી લેવા જેવું નિવદેન આપ્યું હતું. આ બાદ ગઈકાલે કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ પ્રકરણમાં તેણે શું નિવદેન આપ્યું તે અંગે તપાસ અધિકારીને પૂછતા તેમણે મોનસેવી લીધું હતું જો કે તેઓએ જણાવ્યું કે, આ ગુનામાં સજા 7 વર્ષથી ઓછી હોય જેથી નોટિસ આપવામાં આવી છે જો કે સૂત્રો પાસેથી જણાવ મળ્યા મુજબ, પોતાના નિવેદનમાં પ્રદીપ ડાંગરે અજાણતા વીડિયો ઉતારવામાં આવ્યો હોવાનું રટણ કર્યું હતું ત્યારે આ સમગ્ર મામલે વીડિયો કઈ રીતે વાઈરલ થયો તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી વૃધ્ધાએ જે તે સમયે એ.સી.પી. રાધિકા ભારાઈનો પણ નામ ઉલ્લેખ કર્યો હતો. પોલીસ મથકમાં અંદર જ કોઈ બહારનો વ્યક્તિ આવીને આવી રીતે વાળ ખેંચવાની કઠોર સજા આપે એ થાણાના જવાબદાર અધિકારીઓને પણ ખ્યાલ ન રહે એ પણ એક પ્રકારની બેદરકારી જ ગણાવી પડે કે શું ?
