જંત્રીના દરમાં દર વરસે ૨૫ ટકાનો વધારો કરવા વિચારણા
રાજ્ય સરકારે જંત્રીના સૂચિત ભાવો જાહેર કર્યા પછી રાજ્યભરમાં
રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને લોકોએ વ્યાપક વિરોધ કર્યા પછી રાજ્ય સરકાર આ અંગે પુનઃવિચારણા કરશે અને આગામી ત્રણ વર્ષ સુધી દર વરસે જંત્રીના દરોમાં ૨૫ ટકા વધારો કરવાનું વિચારી રહી છે.
અત્યારે સરકારે જે દર જાહેર કર્યા છે તેમાં અનેક વિસ્તારોમાં ૧૦૦ ટકાનો વધારો સૂચવવામાં આવ્યો છે. પરંતુ આ મુદ્દે વ્યાપક વિરોધ થતા હવે મહારાષ્ટ્ર મોડેલમાંથી પ્રેરણા લઈને વાર્ષિક ૨૫ ટકાના વધારાના દરે જંત્રી લાગુ કરવાનું નક્કી કરી શકે છે.
સરકારે 20 નવેમ્બરના રોજ નવા જંત્રી દરોની ઔપચારિક જાહેરાત કરી હતી, અને નિશ્ચિત સમય મર્યાદામાં વાંધા સૂચનો મગાવ્યા હતા. જો કે, અનેક સ્તરેથી થયેલી રજુઆતોને પગલે પગલે વાંધા સૂચનો રજુ કરવા માટેની સમયમર્યાદા 20 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે.
જંત્રીના દરોમાં સૂચવાયેલા વધારા CREDAIએ સખત વાંધો ઉઠાવ્યો છે અને વાંધો દાખલ કરવા માટે 31 માર્ચ સુધી લંબાવવાની માંગ કરી છે.
દરમિયાન સુત્રોના જણાવ્યા અનુસાર, મહેસૂલ વિભાગ દ્વારા સાપ્તાહિક સમીક્ષા હાથ ધરવા અને રજુઆતો સબમિટ કરવા માટે જે તે જિલ્લા કલેકટરોને નિર્દેશ આપવામાં આવ્યો છે.
એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને બીજી તરફ જંત્રી દરો સામે ગ્રામિણ કક્ષાએ પણ વિરોધ થઇ રહ્યો છે ત્યારે ભાજપ સાવધાનીપૂર્વક આગળ વધવા માગે છે.
૫૩૦૦ જેટલી વાંધા અરજીની મુખ્યમંત્રીએ કરી સમીક્ષા
રાજ્ય સરકારે સુચવેલા જંત્રી દર સામે આવેલી ૫૩૦૦ જેટલી વાંધા અરજીઓ અને સુચનોની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સમીક્ષા કરી છે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, હજુ વાંધા અને સૂચનો આવી રહ્યા છે અને તેની સંખ્યા ૧૦ હજાર સુધી વધી શકે છે. બીજી બાજુ સરકાર વાંધા અરજી રજુ કરવા માટેની સમય મર્યાદામાં વધારો કરવાની કોઈ યોજના ધરાવતી નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે મોટાભાગની રજૂઆતો સૂચિત વધારા સામે છે. “રિયલ એસ્ટેટ એસોસિએશનો તરફથી કેટલાક સૂચનો પણ પ્રાપ્ત થયા છે.