કોંગ્રેસે કોની સામે કરી ફરિયાદ ? વાંચો
ચુંટણી માટે પ્રચારની સાથે પક્ષો દ્વારા એકબીજા સામે ફરિયાદો થઈ રહી છે. કોંગ્રેસે ભાજપના પ્રમુખ જેપી નડ્ડા સહિત ભાજપના ત્રણ નેતાઓ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપે તેના સોશિયલ મીડિયા પર એક કથિત વીડિયો શેર કર્યો છે જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યોને કોઈ ચોક્કસ ઉમેદવારને મત ન આપવા માટે ડરાવવામાં આવ્યા છે.
કોંગ્રેસે આ વીડિયોને લઈને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, પાર્ટીના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ અમિત માલવિયા અને કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીવાય વિજયેન્દ્ર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે એનિમેટેડ વીડિયો શેર કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ખોટી રીતે રજૂ કર્યા છે.
કોંગ્રેસે તેની ફરિયાદમાં દાવો કર્યો છે કે ભાજપે અનુસૂચિત જાતિ અથવા જનજાતિના સભ્યોને કોઈ ચોક્કસ ઉમેદવારને મત ન આપવા માટે ડરાવી દીધા છે. તેમજ, રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયાના એનિમેટેડ વિડીયોનો ઉપયોગ કરીને કોંગ્રેસ પાર્ટી ચોક્કસ ધર્મની તરફેણ કરે છે અને એસસી,એસટી અને ઓબીસી સમુદાયના સભ્યોને દબાવી રહી છે તે બતાવવા માટે વીડિયો શેર કરવામાં આવ્યો છે, જે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.