દેશમાં 2025 માં કંપનીઓ 9.5 ટકાનો વેતન વધારો કરશે
દેશમાં કંપનીઓ પોતાના કર્મીઓને 2025 માં 9.5 ટકા જેટલો વેતન વધારો આપી શકે છે. જે ચાલુ વર્ષની વાસ્તવિક વેતન વૃધ્ધિની લગોલગ જ હશે. એક ખાસ અહેવાલમાં આ મુજબનો સંકેત આપવામાં આવ્યો હતો. આમ આવતા વર્ષે કંપનીના કર્મીઓને ઘણો ફાયદો થઈ શકે છે.
ડબલ્યુટીઑના વેતન બજેટ યોજના રિપોર્ટ મુજબ ભારતમાં સરેરાશ વેતન વધારો 2025 માં 9.5 ટકા રહેવાનું અનુમાન છે. 2024 માં પણ આટલો જ વધારો કરવામાં આવ્યો છે. તેમાં કંપનીઓ દ્વારા કોઈ ઘટાડો થશે નહીં તે નિશ્ચિત મનાય છે.
અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે ભારતીય કોર્પોરેટ જગત વેતન વધારા સાથે સમગ્ર ક્ષેત્રમાં સૌથી આગળ રહ્યો છે. ચીન સહિતના ઘણા દેશો આ બાબતમાં ભારતથી પાછળ રહ્યા છે. આગામી દિવસોમાં પણ કોઈ દેશ ભારતની બરાબરી કરી શકે તેવી કોઈ સંભાવના નથી.
ભારતમાં કોર્પોરેટ જગત વિશ્વમાં સૌથી વધુ મજબૂત મનાય છે અને વિકાસની રાહ પર તેની ઝડપ બનેલી જ છે. કંપનીઓના નફા સાથે વેતન વધારો જાળવી રાખવામાં આવ્યો છે અને તેના પરથી વિકાસની ઝડપ પણ વિશ્વમાં દેખાય છે.