કોમર્શીયલ LPG સિલીન્ડરના ભાવ વધ્યા
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. 19 કિલોનું કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 25.50 રૂપિયા મોંઘું થયું છે. જ્યારે 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આજથી ઈન્ડિયન ઓઈલ , ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વર્ષમાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા ફેબ્રુઆરીમાં સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1,795.00 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તે 1,769.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું. આ રીતે દિલ્હીમાં કિંમત 25.50 રૂપિયા વધી છે. મુંબઈમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત હવે 1723.50 રૂપિયાથી વધીને 1749 રૂપિયા થઈ ગઈ છે.
છેલ્લા ઘણા મહિનાઓથી ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આમાં છેલ્લો ફેરફાર 30 ઓગસ્ટે થયો હતો. મતલબ, 14 કિલોના સિલિન્ડરની કિંમત 6 મહિનાથી સ્થિર છે.