લો બોલો! આ ડોગ છે કંપનીનો CHO, એવુ શું કામ કરે છે ઓફિસમાં?જાણીને ઊડી જશે તમારા હોશ
હાર્વેસ્ટિંગ રોબોટિકસ નામની કંપનીના કો-ફાઉન્ડર રાહુલ અરેપાકાએ તેમની ટીમના આ નવા સભ્ય વિશેની માહિતી લિડઈન પર એક પોસ્ટ દ્વારા શેર કરી હતી. હાર્વેસ્ટિંગ રોબોટિકસ નામની કંપનીએ પોતાના કર્મચારીઓને ખુશી અને કાર્યક્ષમતા વધારવા માટે ડેનવર નામના ગોલ્ડન રિટ્રીવર ડોગને પોતાની કંપનીમાં નિયુક્ત કર્યો છે. ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ ડોગ છવાઈ ગયો છે. રાહુલ અરેપાકાએ પોતાની કંપનીમાં આવેલા આ નવા મહેમાન વિષેની પોસ્ટમાં લખ્યું હતું કે અમારા નવા કર્મચારીને ડેનવરને મળો. તે “ચીફ હેપ્પીનેંસ ઓફિસરના” પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઓફિસમાં તેઓને કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. તેઓ માત્ર આવે છે, દિલ જીતી લે છે અને આખી ઓફિસમાં એનર્જી બરકરાર રાખે છે. હાર્વેસ્ટિંગ રોબોટિક્સ નામની કંપની હવે પેટ-ફેડલી પણ બની ગઈ છે. રાહુલ અરેપાકા કહે છે કે ડેનવરને ઓફિસમાં લઈ આવવો એ અમારા દ્વારા લેવાયેલો ઉત્તમ નિર્ણય છે, અને વાત પણ એવી જ છે કે આ ડેનવરને અહીં ઓફિસમાં કોઈ ક્રોડિંગ નથી કરવું પડતું, નથી કોઈ મિટિગ્સ ભરવી પડતી, ડેનવર પાસેન તો લેપટોપ છે, ન તો તેણે કોઈ પ્રેઝન્ટેશન આપવાના છે.
આ પણ વાંચો : પ્રજાના પ્રતિનિધિઓનું માન-સન્માન જાળવો, બેઠકમાં હાજર રહો : કલેકટર અને DDO સહિતના અધિકારીઓને મુખ્યમંત્રીએ આપ્યો નિર્દેશ
માત્ર તેની નિર્દોષતા અને મૈત્રીપૂર્ણ સ્વભાવ જ સમગ્ર ઓફિસમાં હાસ્ય અને આનંદ લઈ આવે છે. ઓફિસમાં ડેનવરની નિમણૂક્ કરવામાં આવ્યા બાદ કર્મચારીઓમાં કામ માટે ઉત્સાહ વધ્યો છે. સોશિયલ મીડિયા પર હજારો લોકો આ અંગે પોતાની કમેન્ટ્સ મૂકી રહ્યા છે. આ ઘટના એ સાબિત કરે છે કે પાળતૂ પ્રાણીઓ માત્ર ઘરના નહીં પરંતુ કાર્યસ્થળના પણ સારા સાથી બની શકે છે. ડેનવર જેવી અનોખી નિમણૂક અન્ય કંપનીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.