ગુજરાતના ત્રણ વકીલોને હાઇકોર્ટમાં જજ તરીકે મુકવા કોલેજીયમની ભલામણ
સુપ્રિમ કોર્ટના કોલેજીયમે એડવોકેટ સંજીવ જયેન્દ્ર ઠક્કર, દેપ્તેન્દ્ર નારાયણ રાય અને મૌલિક જીતેન્દ્ર શેલતને ગુજરાત હાઇકોર્ટના જજ બનાવવા કરી ભલામણ કરી છે. આ ભલામણના આધારે તેમની નિમણુંક થશે.
ડીસેમ્બર-૨૦૨૩માં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અને અન્ય ન્યાયધીશોએ આ ત્રણેયને ગુજરાત હાઇકોર્ટમાં જજ તરીકે નિમણુક આપવા ભલામણ કરી હતી. આ ભલામણોના આધારે ચીફ જસ્ટીસ ડી.વાય ચંદ્રચુડ, જસ્ટીસ સંજીવ ખન્ના અને જસ્ટીસ બી.આર. ગવાઈએ તેમને હાઇકોર્ટમાં જજ તરીકે નીમવા રાષ્ટ્રપતિને ભલામણ કરી છે. આ ત્રણેય સીનીયર એડવોકેટ છે અને સારી પ્રતિષ્ઠા ધરાવે છે.
