તંત્રની બેદરકારીથી બાળકોએ જીવ ગુમાવ્યા : રાજસ્થાનના ઝાલાવાડમાં સ્કૂલ ઇમારત ધરાશાયી થતા 6 બાળકોનાં મોત, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટના સામે આવી છે. એક સરકારી શાળાની જર્જરિત ઇમારત ધરાશાયી થવાથી થયેલા દુ:ખદ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 બાળકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 2 બાળકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, કાટમાળ નીચે દટાયેલા તમામ બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ઇમારત ધરાશાયી થતાં જ ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક ગ્રામજનો, શિક્ષકો અને વહીવટીતંત્રની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. JCB ની મદદથી કાટમાળ હટાવીને બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને મનોહરથાણા હોસ્પિટલ અને ઝાલાવાડની SRG હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. વહીવટીતંત્ર અને તબીબી વિભાગે હોસ્પિટલોમાં ખાસ વ્યવસ્થા કરી છે.
આ અકસ્માત કેવી રીતે બન્યો?
ગ્રામજનોએ કહ્યું કે શાળાની ઇમારત ખૂબ જ જૂની હતી અને લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી. જેના કારણે આ અકસ્માત થયો. ઇમારત જૂની થઈ ગઈ હોવા છતાં, તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું. શુક્રવારે સવારે અચાનક શાળાની છત તૂટી પડી હતી.
राजस्थान के झालावाड़ के पीपलोदी में एक सरकारी विद्यालय की छत गिर गई। हादसे के वक्त बच्चे स्कूल में मौजूद थे, जिससे कई मासूमों की दुखद मृत्यु हो गई और कई बच्चे घायल हो गए हैं! 💔
— Ankit Kumar Avasthi (@kaankit) July 25, 2025
यह बेहद हृदयविदारक त्रासदी है। जो मां-बाप अपने जिगर के टुकड़ों को खो चुके हैं, उन पर क्या बीतती… pic.twitter.com/8Fb3k1aEfU
વડાપ્રધાન મોદીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે એક X પોસ્ટમાં લખ્યું છે કે ઘાયલોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
The mishap at a school in Jhalawar, Rajasthan, is tragic and deeply saddening. My thoughts are with the affected students and their families in this difficult hour. Praying for the speedy recovery of the injured. Authorities are providing all possible assistance to those…
— PMO India (@PMOIndia) July 25, 2025
શિક્ષણમંત્રી મદન દિલાવર
કોઈપણ દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ જ તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે સમારકામ શરૂ થઇ ગયું છે. ત્યારે આ શાળાની જર્જરીત ઇમારત ધરાશાયી થતા 6 બાળકોના મોત નિપજ્યા છે ત્યારે આ મામલે શિક્ષણમંત્રી મદન દિલાવરે કહ્યું કે હજારો ઇમારતો જર્જરિત હાલતમાં છે. જેના સમારકામનું કામ શરૂ થઈ ગયું છે. લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. હાલમાં, પ્રાથમિકતા એ છે કે ઘાયલ બાળકોની યોગ્ય સારવાર થાય અને તેઓ જલ્દી સ્વસ્થ થાય.
આ પણ વાંચો : શ્રાવણ માસે “શિવમય’ સૌરાષ્ટ્ર : હર હર મહાદેવના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા, સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર
અત્યાર સુધીમાં 5 મૃત બાળકોની ઓળખ થઈ
જે બાળકોના મોત થયા છે તેમની ઓળખ લક્ષ્મણની દીકરી પાયલ (14) માંગીલાલની દીકરી પ્રિયંકા (14), હરકચંદના પુત્ર કાર્તિક (8), બાબૂલાલના દીકરા હરીશ (8) તરીકે થઈ છે.
