સલમાન ખાનનાં ઘર પર ફાયરિંગ કરવાનો મામલો : આરોપીએ ચાદરથી ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
સલમાન ખાનના ઘર પર થયેલા ફાયરિંગના કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા એક આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારાઓને હથિયાર સપ્લાય કરવાના આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી હતી. ચાદરથી ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. 32 વર્ષીય અનુજ થપાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ કસ્ટડીમાં થાપને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ બુધવારે તેને ઈમરજન્સી મેડિકલ સારવાર માટે સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ ઘટના બાદ, મુંબઈ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “DCB CID CR નંબર 39/2024ના એક આરોપી, અનુજ થાપન નામના આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં આરોપીએ સારવાર દરમિયાન દમ તોડ્યો છે. “તે જાણીતું છે કે વિકી ગુપ્તા (24) અને સાગર પાલ (21) સિવાય, પોલીસે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનામાં સોનુ કુમાર ચંદર બિશ્નોઈ (37) અને અનુજ થાપન (32)ને આરોપી તરીકે શોધી કાઢ્યા છે. વિકી અને સાગરની ગુજરાતના કચ્છમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પંજાબમાંથી અનુજ થાપન અને સોનુ કુમાર ચંદર બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી હતી.
સલમાન ખાનના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવા માટે આરોપીઓને બંદૂક આપનાર બે લોકોને પોલીસ પંજાબથી મુંબઈ લાવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ સોનુ સુભાષ ચંદર અને અનુજ થપન છે. અનુજ થાપન ટ્રકમાં હેલ્પર તરીકે કામ કરે છે. જ્યારે સુભાષ ખેતીનું કામ કરે છે. અનુજ વિરુદ્ધ પહેલાથી જ ગુના નોંધાયેલા છે અને તે લોરેન્સ બીશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલ હોવાનું કહેવાય છે.
બંનેએ 15 માર્ચે પનવેલમાં બે પિસ્તોલ પહોંચાડી હતી. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પંજાબના બે લોકોની ધરપકડ કરી હતી જેમણે શૂટરોને બંદૂક આપી હતી. બંનેની ઓળખ થતાં પોલીસે સુરતની તાપી નદીમાંથી બે પિસ્તોલ, 4 મેગેઝીન અને 17 કારતૂસ કબજે કર્યા હતા. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું લૉરેન્સ બિશ્નોઈ ગેંગને ભારતની બહાર કાર્યરત રાષ્ટ્રવિરોધી તત્વો પાસેથી પૈસા કે હથિયારના રૂપમાં કોઈ પ્રકારની મદદ મળી નથી.