મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત : 5 મોત, 5 ગંભીર
વારાણસી-પ્રયાગરાજ હાઈવે પર મિર્જામુરાદ પાસે શુક્રવાર સવારે કર્ણાટકના શ્રદ્ધાળુઓથી ભરેલી કાર રોડ સાઈડ ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં દંપતિ અને 2 બાળકો સહિત 5 મોત થયા હતા.. જ્યારે 5 લોકો ઘાયલ થયા હતા. પોલીસે ઘાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા.
મિર્જામુરાદ પોલીસના જણાવ્યા અનુસાર વારાણસી-પ્રયાગરાજ હાઈવે પર શુક્રવાર સવારે કર્ણાટકથી મહાકુંભ જઈ રહેલી શ્રદ્ધાળુઓની કાર ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. ઘટના સ્થળ પર 4 લોકોના મોત થયા હતા. જ્યારે 1 એ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. મૃતકોમાં દંપતિ સહિત 2 બાળકો શામેલ છે. જ્યારે 5 લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતમાં સંતોષકુમાર, સુનીતા, ગણેશ અને શિવકુમાર સહિત કુલ 5 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકો ઘાયલ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ બધા શ્રદ્ધાળુઓ કર્ણાટકથી વારાણસી આવ્યા હતા. ત્યાંથી ફરી તેઓ પ્રયાગરાજ જઈ રહ્યા હતા. તે લોકોએ મોટી ગાડી ક્રૂઝર કાર બુક કરી હતી. બધા એક જ ગાડીમાં સવાર હતા. જાણવામાં આવી રહ્યું છે કે, ડ્રાઈવરને ઝપકી આવી જતા ડ્રાઈવર ટ્રકને જોઈ શક્યો નહોતો. તેના લીધે આ ઘટના બની હતી.