આજથી અનેક અમેરિકા ઉત્પાદનોપર કેનેડાના નવા ટેરીફ લાગુ થઈ જશે : સ્વદેશી ઉત્પાદનો વાપરવા કેનેડાના લોકોને આહવાન
ટ્રમ્પે 25% ટેરિફ લાગ્યા બાદબકેનેડા એ પણ વળતો ઘા કર્યો છે. નોર્થ અમેરિકામાં અભૂતપૂર્વ ટ્રેડવોર જામી પડ્યું છે. નોંધનીય છે કે કેનેડાની કુલ નિકાસમાંથી 75% નિકાસ અમેરિકામાં થાય છે. અમેરિકાના 36 રાજ્યોમાં કેનેડા સૌથી મોટું માર્કેટ ધરાવે છે. વર્ષ 2023 માં કેનેડાએ અમેરિકામાં 593 બિલિયન અમેરિકનડોલરની નિકાસ કરી હતી. એ ઉપરાંત સેવા ક્ષેત્રે પણ 105 બિલિયન કેનેડિયન ડોલરની નિકાસ હતી. તેની સામે અમેરિકાએ કેનેડામાં 352.76 યુએસ ડોલરની અને સેવા ક્ષેત્રે 123 બિલિયન કેનેડિયન ડોલરની નિકાસ કરી હતી. આ આંકડાઓ બંને દેશો વચ્ચેના ઘનિષ્ઠ વ્યાપારિક સંબંધો દર્શાવે છે. પણ હવે ટ્રેડ વોર શરૂ થતાં વ્યાપાર ક્ષેત્રે ગજબનાક અનિશ્ચિતતા નો માહોલ પ્રસર્યો છે. કેનેડા એ પણ અમેરિકી ઉત્પાદનો ઉપર 25% ટેરીફ લાદવાનો નિર્ણય જાહેર કર્યો છે અને આજથી એટલે કે તારીખ 4 થી પ્રથમ તબક્કાના નવા ટેરીફ નો અમલ શરૂ થઈ જશે.
પ્રથમ તબક્કામાં અમેરિકાથી આયાત થતા ઓરેન્જ જ્યુસ, પિનટ બટર, વાઈન, સ્પિરિટ, બીયર, કોફી, એપ્લાયનસિઝ, એપેરલ, જુતા ચપ્પલ, મોટરસાયકલ,કોસ્મેટીક્સ તેમજ પલ્પ એન્ડ પેપર ઉપર 25% ટેરિફ લાદવામાં આવ્યો છે. 21 દિવસ પછી ટ્રક અને ઈલેક્ટ્રીક વાહનો તેમ જ બસ અને બોટ સહિતના અન્ય વાહનો, સ્ટીલ અને એલ્યુમિનિયમ ની પ્રોડક્ટસ, કેટલાક ફળો અને શાકભાજી, બિફ, પોર્ક,ડેરી ઉત્પાદનો તેમ જ એરોસ્પેસ પ્રોડક્ટસ ઉપર પણ વધારાના ટેરીટ નો અમલ શરૂ થઈ જશે.
કેનેડાના કાર્યવાહક વડાપ્રધાન જસ્ટિન ટુડોએ
કેનેડાના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે આહવાન કર્યું હતું. તેના પ્રતિસાદ રૂપે અનેક હોટેલ રેસ્ટોરન્ટ અને બારમાં અમેરિકન લીકર નું વેચાણ બંધ કર્યું હોવાના પોસ્ટરો લાગી ગયા હતા.
કેનેડા અને મેક્સિકોએ હાથ મીલાવ્યા
મેક્સિકોએ પણ અમેરિકા સામે બાંયો ચડાવી છે. મેક્સિકો અમેરિકાનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર દેશ છે. તેના પ્રમુખ ક્લાઉડિયા શેઇનબોમે અમેરિકી ઉત્પાદનો પર ડેરી ફેલાવાનો હુકમ કર્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકાએ પોતાના દેશના નશાના બંધાણીઓ ઉપર ધ્યાન આપવું જોઈએ. ટ્રમ્પેટ એરીફ લાગવાની જાહેરાત કરી તે પછી તેમણે કેનેડાના કાર્યવાહક વડાપ્રધાન જસ્ટિન ટુડો સાથે વાત કરી હતી અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બનાવવાનો પારસ્પરિક નિર્ધાર વ્યક્ત કર્યો હતો.