ડિજિટલ એરેસ્ટ ગેંગનું વડું મથક કંબોડિયા: 3075 લોકો ઝડપાયા,105 ભારતીય નાગરિકોની પણ ધરપકડ
ભારતમાં ભયજનક રીતે વધેલા ડિજિટલ એરેસ્ટ કૌભાંડના મૂળિયા કંબોડિયામાં હોવાનું જણાયા બાદ ભારત સરકારે કરેલી વિનંતીને પગલે કંબોડિયા સરકારેઓનલાઇન સ્કેમ અને ડિજિટલ ફ્રોડ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી 105 ભારતીય નાગરિકો સહિત કુલ 3,075 લોકોની ધરપકડ કરી હતી.

ડિજિટલ એરેસ્ટનું નેટવર્ક કંબોડિયા થી ચાલતું હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતના ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ઈન્ડિયન સાયબરક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા કંબોડિયાની સરકાર નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કંબોડિયા પોલીસ આ સાઇબર અપરાધી નેટવર્ક ઉપર તૂટી પડી હતી અને કંબોડિયામાં અલગ અલગ 138 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન, ડ્રગ્સ, હથિયારો, ગોળીઓ, ચીની અને ભારતીય પોલીસની નકલી ગણવેશ, ડ્રગ પ્રોસેસિંગ મશીનો જપ્ત કરવામાં આવ્યા છે. કેટલાક કેસમાં એક્સટેસી પાઉડર જેવા નશીલા પદાર્થો પણ મળી આવ્યા હતા. નોંધનીય છે કે ગુજરાતમાં પણ અનેક નાગરિકો આ કૌભાંડનો ભોગ બન્યા છે. પોલીસની સાયબર ક્રાઈમ શાખાએ આવા કેસોમાં 2024માં 15થી વધુ ફરિયાદો નોંધી છે, જેમાં મોટાભાગના કોલ્સ કંબોડિયા અને મ્યાનમારથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : ‘Mc’ શબ્દને લઈને મેકડોનાલ્ડ્સને કોર્ટમાં મેકપટેલનો પડકાર : લોકલ કંપનીની વિશ્વ પ્રસિદ્ધ બ્રાન્ડ સામે કાનૂની લડાઈ, જાણો છે સમગ્ર મામલો
ક્યા દેશના કેટલા લોકો ઝડપાયા ?
કંબોડિયન પોલીસે ઝડપેલા આરોપીઓમાં 1,028 ચીની, 693 વિયેતનામી, 366 ઈન્ડોનેશિયન, 101 બાંગ્લાદેશી, 82 થાઈ, 57 કોરિયન, 81 પાકિસ્તાની, 13 નેપાળી અને 4 મલેશિયન નાગરિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફિલિપાઈન્સ, નાઈજીરિયા, મ્યાનમાર, રશિયા અને યુગાન્ડાના નાગરિકો પણ પકડાયા છે.
આ પણ વાંચો : જામનગરની દીકરી ટેલિવિઝન પર ચમકી : ગુજરાતી સિરિયલ ‘કંકુ રંગ પારકો’માં ‘કંકુ’ બની આર્શવી જોશીએ મચાવી ધૂમ
ભારતીય સીમ કાર્ડનો ઉપયોગ
ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં ઠગો ભારતીય પોલીસ, CBI, કસ્ટમ્સ અથવા ઈન્કમ ટેક્સ ઓફિસર તરીકે ઓળખ આપીને લોકોને ડરાવે છે. ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાની ધમકીથી ગભરાઈને લોકો રકમ ટ્રાન્સફર કરી આપે છે. આવા કોલ્સ મોટાભાગે કંબોડિયા, મ્યાનમાર, લાઓસ અને થાઈલેન્ડથી આવે છે, પરંતુ ફોન કરવા માટે ભારતીય સિમ કાર્ડ્સનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે ભારતમાંથી આવતા હોય તેવું લાગે.