બજેટ : કૌશલ વિકાસ માટે શું કરી જાહેરાત ? વાંચો
બજેટમાં વડાપ્રધાનના ખાસ ફેવરિટ કૌશલ વિકાસ તરફ પણ ધ્યાન આપવામાં આવ્યું છે. નાણામંત્રીએ એમ કહ્યું હતું કે કરોડો યુવકોને તાલીમ આપવા માટે કેન્દ્ર સરકારે વ્યવસ્થા કરી છે અને તેના માટે આગળના સમયમાં પણ મોટા પગલાં લેવામાં આવશે.
બજેટમાં સ્કિલ ઈન્ડિયા મિશન હેઠળ 1.4 કરોડ યુવકોને તાલીમ આપવાનું લક્ષ્ય રાખવામાં આવશે તેવી જાહેરાત કરાઇ હતી. નિર્મલાએ કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પરિવર્તનકારી સુધારાઓની શરૂઆત કરી રહી છે. પીએમ શ્રી સ્કૂલ ગુણવતાયુક્ત શિક્ષણ આપી રહ્યા છે.
બજેટમાં તેને વધુ ઉત્તેજન આપવાની જાહેરાત સાથે નિર્મલાએ એવી માહિતી આપી હતી કે સ્કિલ ઈન્ડિયા મિશન હેઠળ 1.4 કરોડ યુવકોને શિક્ષણ અપાયું છે અને વધુ લાખો યુવકોણે તેનો લાભ આપવામાં આવશે. હવે દેશભરમાં વિભિન્ન કૌશલ વિકાસ યોજનાઓ લાગુ કરવામાં આવશે .