બજેટ : સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધી શકે છે
કેન્દ્રના બજેટમાં હવે બહુ દિવસોની વાર નથી ત્યારે રોજ નવા નવા અહેવાલો અને અનુમાનો બહાર આવી રહ્યા છે . આ ઉપરાંત કેટલાક સંકેતો પણ સરકારી સૂત્રો અને સંબંધિત વર્તુળો તરફથી બહાર આવી રહ્યા છે . હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે નાણામંત્રી નિર્મલા બજેટમાં પગારદાર વર્ગને પણ મોટો ફાયદો કરાવી શકે છે .
બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધી શકે છે તેવા સંકેતો મળી રહ્યા છે . પગારદાર વર્ગ ટેક્સ કપાત રોકવા માટે આગ્રહ રાખતા હોય છે . બજેટમાં આ પગલું આવી શકે છે. એ જ રીતે ગ્રામ્ય વિકાસ માટે પણ મોટા પાયે ફાળવણી થઈ શકે છે તેવી સંભાવના છે .
અત્યારે નવી કર રિજિમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂપિયા 75 હજાર છે અને જૂની રિજિમમાં રૂપિયા 50 હજાર છે . આમાં વધારો કરવામાં આવે તો પગારદાર વર્ગને ઘણો લાભ મળી શકે છે અને ખર્ચ માટે તેઓ વધુ રકમ બચાવી શકે છે.
એ જ રીતે વડાપ્રધાનના સૂચન મુજબ ગ્રામ્ય ભારતના ઝડપી વિકાસ માટે બજેટમાં પૂરતું ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે . આ વખતે બજેટમાં 5 થી 8 ટકા વધુ ફાળવણી થવાની અપેક્ષા રખાઇ રહી છે . ગ્રામ્ય ભારતમાં રોજગાર અને ખર્ચ વધારવા માટે કેટલીક રાહતો આપી શકાય છે . ગ્રામ્ય ક્ષેત્રે વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તરફ ધ્યાન આપી શકાય છે .