બ્રિટનના રાજા-રાણી ચૂપચાપ ભારતમાં 4 દિવસ રોકાઇ ગયા : આરોગ્ય કેન્દ્રમાં વિવિધ તબીબી પદ્ધતિઓનો અનુભવ કર્યો
બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા અને રાણી કેમિલા ચૂપચાપ કોઇને કહ્યા વગર ભારતમાં 4 દિવસ રોકાઇને પાછા બ્રિટન જતા રહ્યા છે. તેમની ચાર દિવસની ભારત મુલાકાત દરમિયાન બેંગલુરુમાં એક પ્રખ્યાત આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત સંપૂર્ણપણે ખાનગી હતી, 27 ઓક્ટોબરની રાત્રે, તેઓ તેમના વિશેષ વિમાનમાં બેંગલુરુનાએરપોર્ટ પહોંચ્યા અને પછી વ્હાઇટફિલ્ડ વિસ્તારમાં સ્થિત આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા.
આરોગ્ય કેન્દ્રમાં વિવિધ તબીબી પદ્ધતિઓનો અનુભવ કર્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે આરોગ્ય કેન્દ્રમાં વિવિધ તબીબી પદ્ધતિઓનો અનુભવ કર્યો અને તેમના સંકલનની પ્રશંસા કરી. કિંગ ચાર્લ્સ અગાઉ 2019 માં રાજકુમાર તરીકે ભારતની મુલાકાતે આવ્યા હતા, પરંતુ આ વખતે તેમના આગમન પર કોઈ ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું ન હતું કારણ કે તે એક ખાનગી મુલાકાત હતી.તેમના સ્વાસ્થ્યને સુધારવા અને તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે, તેમણે અહીં યોગ, સ્ટ્રેચિંગ અને શ્વાસ લેવાની કસરતો કરી. આયુર્વેદિક, નેચરોપેથી અને હોમિયોપેથીનો લાભ લઈને
રાગીમાંથી બનેલા ખાસ દક્ષિણ ભારતીય શાકાહારી ભોજનનો પણ આનંદ માણ્યો
સામોઆમાં કોમનવેલ્થ સરકારના વડાઓની બેઠક બાદ બ્રિટન પાછા ફરતી વખતે શાહી દંપતીએ બેંગલુરુની મુલાકાત લીધી હતી. બંનેએ કર્ણાટક પ્રદેશમાં રાગીમાંથી બનાવેલ વિશિષ્ટ દક્ષિણ ભારતીય શાકાહારી ભોજનનો પણ આનંદ માણ્યો હતો.
ચાર દિવસ પછી બ્રિટન પરત ફર્યા
તેમને આરોગ્ય કેન્દ્ર દ્વારા આપવામાં આવતો આહાર અને કસરત ચાલુ રાખવાની પણ સલાહ આપવામાં આવી છે. ચાર દિવસ વિતાવ્યા બાદ શાહી દંપતી બુધવારે સવારે બ્રિટન પરત ફર્યું હતું.