લોકસભાની ૪૨૮ બેઠકો પર મતદાન પૂર્ણ થયુ તેમાથી ભાજપને ૨૦૧૯માં ૨૦૩ બેઠક મળી હતી
૩૦૩ના આકડા સુધી પહોંચવા ભાજપે બાકી રહેલી ૧૧૫માંથી ૧૦૦ બેઠકો મેળવવી પડશે
સોમવારે લોકસભાની ચૂટણીના પાચમા ચરણમા ૪૯ બેઠકો માટે મતદાન પૂર્ણ થયુ તે સાથે જ સસદની કુલ ૫૪૩ માથી ૪૨૮ બેઠકો પર ઉમેદવારોનુ ભાવિ મતપેટીમાં કેદ થઈ ગયુ છે. હવે ૨૫ મેના રોજ છઠ્ઠા ચરણમા ૫૮ બેઠકો માટે અને ૧ જૂને સાતમા ચરણમા ૫૭ બેઠકો માટે મતદાન થશે. ચોથી જૂને મતગણતરી થશે. એ પૂર્વે ભારતના નાથ કોણ બનશે તે અગે લોકોમા ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે.
ભારતીય જનતા પક્ષે આ વખતે અબ કી બાર ૪૦૦ પર નુ સૂત્ર આપી જગી અને પ્રતીતિજનક બહુમતી મેળવવાનો હુંકાર કર્યો હતો. જો કે પ્રથમ ચરણમા ૧૯મી એપ્રિલે ૧૦૨ બેઠકો માટે થયેલા મતદાનમાં મતદાનની ટકાવારી ૨૦૧૯ ની તુલનામા ઘટતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા હતા. ભારતીય જનતા પક્ષ સામે અનેક રાજ્યોમા વિપક્ષો દ્વારા પડકાર સર્જાયો હોય તેવુ ચિત્ર ઉપસવા લાગ્યુ હતુ. આ સજોગોમા ભારતીય જનતા પક્ષ ગત ચૂટણીમા મેળવેલી ૩૦૩ બેઠકો જાળવી શકશે કે કેમ તેવી ચર્ચા શરૂ થઈ હતી.
અત્રે એ નોંધવુ ખાસ જરૂરી છે કે અત્યાર સુધીમા જે ૪૨૮ બેઠકો પર મતદાન પૂર્ણ થયુ તે પૈકીની ૨૦૩ બેઠકો પર ગત ચૂટણીમા ભાજપનો વિજય થયો હતો. એટલે કે ભાજપે ૩૦૩ના આક સુધી પહોંચવા માટે હવે છેલ્લા બે ચરણમા બાકી રહેલી ૧૨૮ બેઠકોમાથી ૧૦૦ બેઠકો ઉપર વિજય મેળવવો પડશે. આ સજોગોમા હવે પછીના આ બે ચરણના પરિણામો ભારતીય જનતા પક્ષનુ અને સાથે જ ભારતનુ રાજકીય ભાવિ નક્કી કરવામા નિર્ણાયક ભૂમિકા ભજવશે.
૨૦૧૯માં આ રાજ્યોમા ભાજપે ૯૦ ટકાથી વધુ બેઠકો મેળવી હતી
પ્રથમ પાચ ચરણમા જે બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયુ તેમા ગત ચૂટણીમા ભાજપે ૨૦૩ બેઠક મેળવી હતી. ભાજપના એ અકલ્પ્ય વિજયમા નીચે દર્શાવેલા રાજ્યોમા ભાજપે ૯૦ થી ૧૦૦ ટકા બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. આ વખતે ભાજપ એ પરિણામોનું પુનરાવર્તન કરી શકશે કે કેમ તે જોવાનુ રહેશે.
ગત ચૂટણીમા મહારાષ્ટ્રમા ભાજપ અને શિવસેના ગઠબધનને ૪૮ માથી ૪૧ બેઠકો મેળવી હતી. બિહારમા ભાજપ જેડીયુ સહિતના એનડીએના પક્ષોએ ૪૦ માથી ૩૯ બેઠક પર વિજય મેળવ્યો હતો. ઉત્તર પ્રદેશની ૮૦માથી ૬૨ બેઠક પર ભાજપનો વિજય થયો હતો.
છેલ્લા બે ચરણમાં આ રાજ્યોની ૧૧૫ બેઠકો પર મતદાન થશે
પંજાબની તમામ ૧૩, હરિયાણાની તમામ ૧૦ અને હિમાચલ પ્રદેશની તમામ ૪ બેઠકો માટે આગલા બે ચરણમાં મતદાન થશે. તેમાંથી ૨૦૧૯ માં પંજાબમાં ભાજપને બે બેઠકો મળી હતી. એ ચૂંટણીમાં ભાજપનું અકાલી દળ સાથે ગઠબંધન હતું આ વખતે ભાજપ એકલા હાથે લડી રહ્યો છે. હરિયાણાની તમામ ૧૦ અને હિમાચલની બધી જ ૪ બેઠકો પર ભગવો લહેરાયો હતો. આ વખતે ચૂંટણી સમયે જ હરિયાણામાં રાજકીય સમીકરણો પલટાયા છે. ખેડૂતોના રોષને કારણે હરિયાણામાં ભાજપ સામે ગંભીર પડકાર ઊભો થયો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. એ જ રીતે વિધાનસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનો વિજય થયા બાદ તેની તમામ ચાર બેઠકો પર રસાકસીનો જંગ છે. આ ઉપરાંત હવે પછીના બે ચરણમાં બિહારની ૧૬, ઓડિશાની ૧૩, ઉત્તર પ્રદેશની ૨૭ અને પશ્ચિમ બંગાળની ૧૭, ચંદીગઢની ૧, ઝારખંડની ૭,દિલ્હી ની ૭ અને જમ્મુ કાશ્મીરની ૧ બેઠક પર મતદાન થશે. ઓડીશા અને પશ્ચિમ બંગાળમાં ભાજપ ગત ચૂંટણી કરતા વધારે સારા પરિણામ મેળવવા માટે આશાવાદી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં અનેક બેઠકો પર કોંગ્રેસ અને સમાજવાદી પક્ષનું ગઠબંધન ભાજપ માટે પડકાર સર્જી રહ્યું છે.દિલ્હીમાં પ્રથમ વખત આમ આપની પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરીને ભાજપ સામે લડી રહ્યા છે. ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત ચૌહાણ ની ધરપકડને કારણે આદિવાસી મતદારો ભાજપથી નારાજ છે. બિહારમાં પણ આરજેડીના નેતા તેજસ્વી યાદવના આક્રમક પ્રચાર તથા તેમની વધતી જતી લોકપ્રિયતાને કારણે કસોકસ નો જંગ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.